Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 94:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જે વિદેશીઓને શિક્ષા કરનાર, એટલે જે માણસોને જ્ઞાન શીખવનાર છે, તે શું શિક્ષા કરશે નહિ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 રાષ્ટ્રોને શિક્ષા કરનાર ઈશ્વર, તથા માનવજાતને જ્ઞાન શીખવનાર પ્રભુ, શું દુષ્ટોને સજા નહિ કરે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ? તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જે રાષ્ટ્રોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સખત ઠપકો આપતા નથી? દેવ લોકોને તેઓ જે જાણે છે તે શીખવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 94:10
23 Iomraidhean Croise  

મનુષ્યને તેમણે કહ્યું, “પ્રભુનો ભય તે જ જ્ઞાન છે; અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે.”


જ્યારે તે શાંતિ આપે, ત્યારે તેમને દોષપાત્ર કોણ ઠરાવી શકે? વળી પ્રજાથી અથવા માણસથી તે પોતાનું મુખ અદશ્ય રાખે, ત્યારે તેમને કોણ જોઈ શકે?


જે આપણને પૃથ્વીનાં પશુઓના કરતાં વધારે શીખવે છે, અને જે આપણને ખેચર પક્ષીઓના કરતાં વિશેષ જ્ઞાની કરે છે, તે મારા સરજનહાર ઈશ્વર ક્યાં છે?’


યહોવા સદાસર્વકાળ રાજા છે. તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે.


મને સારો વિવેક તથા ડહાપણ શીખવો; કેમ કે મેં તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ રાખ્યો છે.


તેઓ વિદેશીઓને બદલો વાળે, અને લોકોને શિક્ષા પહોંચાડે;


તમે તમારે હાથે વિદેશીઓને કાઢી મૂકીને ત્યાં તેમને વસાવ્યા હતા; તમે એ લોકો પર દુ:ખ લાવીને તેઓને હાંકી કાઢયા.


તમે વિદેશીઓને ધમકાવ્યા છે, તમે દુષ્ટોનો નાશ કર્યો છે, તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.


કેમ કે યહોવા જ્ઞાન આપે છે; તેમના મુખમાંથી ડહાપણ તથા બુદ્ધિ [નીકળે છે] ;


વળી યહોવા કહે છે, “સિયોન પર્વત પર ને યરુશાલેમ પર હું મારું સર્વ કામ પૂરું કરીશ, તે પછી હું આશૂરના રાજાના મનમાં આવેલા અભિમાનને તથા તેની મગરૂબ દષ્ટિના ગર્વને જોઈ લઈશ.


ઘણા લોકો જઈને કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના મંદિર પાસે, ચઢી જઈએ; તે આપણને તેમના માર્ગ શીખવશે, ને આપણે તેમના રસ્તામાં ચાલીશું. કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે.


કેમ કે તેનો ઈશ્વર તેને [કામ કરવાની] યોગ્ય રીત શીખવીને તેને જ્ઞાન આપે છે.


યહોવાના દૂતે આવીને આશૂરોની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર માણસોને મારી નાખ્યા; પરોઢિયે લોકો ઊઠયા, ત્યારે તે સર્વ મરણ પામ્યા હતા, ને તેઓની લાશો ત્યાં પડી હતી.


તારાં સર્વ સંતાન યહોવાનાં શિષ્ય થશે; અને તારાં છોકરાંને ઘણી શાંતિ મળશે.


જે વિદેશીઓ તમને ઓળખતા નથી, તથા જે કુળો તમારું નામ લેતા નથી તેઓના પર તમારો કોપ રેડી દો; કેમ કે તેઓ યાકૂબને ખાઈ ગયા છે, બલકે ખાઈ જઈને તેને છેક પાયમાલ કર્યો છે, અને તેનું રહેવાનું સ્થળ વેરાન કર્યું છે.”


હું મારું ગૌરવ સર્વ પ્રજાઓમા સ્થાપીશ, ને સર્વ પ્રજાઓ મેં જે ન્યાય કરીને શિક્ષા કરી છે તે તથા તેમના પર મેં હાથ નાખેલો છે તે જોશે.


તે વચન એ છે, “પૃથ્વીની સર્વ પ્રજાઓમાંથી ફક્ત તમારી જ કાળજી મેં રાખી છે; માટે તમારા સર્વ અન્યાયની શિક્ષા હું તમને કરીશ.”


હે મારા ઈશ્વર યહોવા, મારા પવિત્ર ઈશ્વર, શું તમે અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી. હે યહોવા, તમે શિક્ષાને માટે તેને નિર્માણ કર્યો છે; અને હે [મારા] ખડક, તમે શિખામણને માટે તેને સ્થાપ્યો છે.


તમે રોષમાં દેશના આ છેડાથી પેલા છેડા સુધી સવારી કરો છો, તમે ક્રોધમાં પ્રજાઓને ઝૂડી નાખો છો.


પ્રબોધક [નાં પુસ્તકો] માં એમ લખેલું છે કે, ‘તેઓ સર્વ ઈશ્વરથી શીખેલા થશે. જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.


Lean sinn:

Sanasan


Sanasan