Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 93:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તમારાં સાક્ષ્યો અતિ ખાતરીપૂર્વક છે; હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તમારી આજ્ઞાઓ અફર છે; હે પ્રભુ, પવિત્રતા તમારા મંદિરને સદા સર્વકાળ શોભાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે; હે યહોવાહ, સર્વકાળ પવિત્રતા તમારા ઘરને શોભે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે, હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 93:5
24 Iomraidhean Croise  

“હે લેવીઓ, તમે મારું સાંભળો, હવે તમે શુદ્ધ થાઓ, તમારા પિતૃઓના ઈશ્વર યહોવાના મંદિરને શુદ્ધ કરો, ને પવિત્રસ્થાનમાંથી અશુદ્ધતા કાઢી નાખો.


મેં તમારાં સાક્ષ્યોને મારો સદાકાળનો વારસો માન્યાં છે; કેમ કે તેઓ મારા હ્રદયનો આનંદ છે.


તમારાં સાક્ષ્યો આશ્ચર્યકારક છે; માટે મારો જીવ તેમને પાળે છે.


ન્યાયીપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસુપણાથી તમે તમારાં સાક્ષ્યો ફરમાવ્યાં છે.


તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; મને સમજણ આપો, એટલે હું જીવતો રહીશ. કોફ


યહોવાના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા [ધારણ કરીને] યહોવાને ભજો.


તમે આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, અને તેમના પાયાસન પાસે ભજન કરો; તે પવિત્ર છે.


આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, તેમના પવિત્ર પર્વત પર ભજન કરો; કેમ કે આપણા ઈશ્વર યહોવા પવિત્ર છે.


અને તું ચોખ્ખા સોનાનું પત્ર બનાવ, ને તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતર કે, યહોવાને માટે પવિત્ર.


જાઓ, જાઓ, ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો નહિ; તેની વચમાંથી નીકળો; યહોવાનાં પાત્રો ઊંચકનારા, તમે શુદ્ધ થાઓ;


‘શિક્ષણ તથા સાક્ષીની પાસે [જઈએ] !’ જ્યારે તેમને માટે સૂર્યોદય ખચીત થવાનો નથી, ત્યારે તેઓ એ પ્રમાણે બોલશે.


મંદિરનો નિયમ એ છે કે, પર્વતનાં શિખર પરની આખી સપાટી ચોતરફ પરમપવિત્ર ગણાય. જો મંદિરનો નિયમ એ છે.


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


“ઇઝરાલી લોકોને વાત કરતાં કહે કે, તમે પવિત્ર થાઓ; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર પવિત્ર છું.


આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.


ઈશ્વર આત્મા છે; અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્‍માથી તથા સત્યતાથી તેમનું ભજન કરવું જોઈએ.”


સર્વની સાથે શાંતિથી વર્તો, અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહિ તેને ધોરણે તમે ચાલો.


જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તથા અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહિ. પણ જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan