Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 92:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે, હે યહોવા, તમારા શત્રુઓ, તમારા શત્રુઓ નાશ પામશે; સર્વ અન્યાય કરનારાઓ વિખેરાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 હે પ્રભુ, તમારા શત્રુઓ અચૂક નાશ પામશે; સર્વ ભ્રષ્ટાચારીઓ પરાજયથી વેરવિખેર થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; સર્વ દુષ્ટો વિખેરાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 હે યહોવા, તમારા શત્રુઓ અવશ્ય નાશ પામશે; અને સર્વ ભૂંડુ કરનારાઓ વિખેરાઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 92:9
21 Iomraidhean Croise  

દુષ્ટો એવા નથી; પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે


તમે સિયોન પર દયા કરશો; તેના પર દયા કરવાનો વખત, એટલે ઠરાવેલો સમય, આવ્યો છે.


પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો છે; અને આકાશો તમારા હાથનું કામ છે.


પણ દુષ્ટો નાશ પામશે, અને યહોવાના શત્રુઓ બળતણનો ધુમાડો થઈ જાય છે તેમ ક્ષય પામશે.


તેઓને મારી નાખશો નહિ, રખેને મારા લોક ભૂલી જાય; હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.


સરકટોમાં ભરાઈ રહેનાર હિંસક પ્રાણીને ધમકાવો, ગોધાઓના ટોળાને તથા વાછરડાં જેવા લોકોને પણ [ધમકાવો] કે, તેઓ રૂપાની લગડીઓ તમને આપીને દંડવત પ્રણામ કરે; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.


કેમ કે જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; જેઓ વંઠી જઈને તમને મૂકી દે છે, તેઓનો તમે સમૂળગો નાશ કરો છો.


મારી નંખાયેલાની જેમ તમે રાહાબને છૂંદી નાખ્યો છે; તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેર્યા છે.


હે યહોવા, તમે આખી પૃથ્વી પર પરાત્પર છો; તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.


લોકો દરિયાનાં મોજાંના ઘોંઘાટની જેમ ઘુઘવાટો કરશે. તે તેઓને ધમકાવશે, ને તેઓ દૂર નાસી જશે. વાયુની સામે પર્વત પર ફોતરાંની જેમ, ને વંટોળિયાની આગળ ઊડતી ધૂળની જેમ તેઓને નસાડવામાં આવશે.


તારો ત્રીજો ભાગ મરકીથી માર્યો જશે, ને તેઓ તારી મધ્યે દુકાળથી નાશ પામશે; અને ત્રીજો ભાગ તારી આસપાસ તરવારથી પડશે; અને ત્રીજા ભાગને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, ને તેમની પાછળ તરવાર ખેંચીશ.


અને હું તમેન વિદેશીઓમાં વિખેરી નાખીશ, ને તમારી પાછળ તરવાર તાણીશ; અને તમારો દેશ ઉજ્‍જડ થઈ જશે, ને તમારાં નગરો વેરાન થશે.


અને કોશ ચાલી નીકળતો, ત્યારે એમ થતું કે મૂસા કહેતો, “હે યહોવા ઊઠો, ને તમારા શત્રુઓને વિખેરી નાખો. અને તમારા દ્વેષકો તમારી આગળથી નાસી જાય.”


ત્યારે હું તેઓને સાફ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નથી, ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.’


પરંતુ આ મારા વૈરી જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં લાવો, અને મારી આગળ મારી નાખો.”


તેઓ તરવારની ધારથી માર્યા જશે, અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે, અને વિદેશીઓના સમયો પૂરા નહિ થાય, ત્યાં સુધી યરુશાલેમ વિદેશીઓથી ખૂંદી નંખાશે.


અને યહોવા તને પૃથ્વીના છેડાથી તે પૃથ્વીના બીજા છેડા સુધી સર્વ લોકોમાં વિખેરી નાખશે. અને ત્યાં પથ્થર તથા લાકડાના અન્ય દેવો, કે જેઓને તું કે તારા પિતૃઓ જાણતા નથી. તેઓની સેવા તું કરશે.


હે યહોવા, તમારા સર્વ વેરી એમ જ નાશ પામે; પણ જેઓ યહોવા પર પ્રેમ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ તેજથી ઉદય પામે છે, તેના જેવા થાઓ. ત્યાર પછી ચાળીસ વર્ષ પર્યંત દેશમાં શાંતિ રહી.


Lean sinn:

Sanasan


Sanasan