Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 92:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવાની આભારસ્તુતિ કરવી, ને, હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, તમારી આભારસ્તુતિ કરવી, અને હે સર્વોચ્ચ ઈશ્વર, તમારા નામનાં ગુણગાન ગાવાં તે ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહની સ્તુતિ કરવી અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના, પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 92:1
22 Iomraidhean Croise  

“યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સદાકાળ [ટકે છે].”


આ તેમની કૃપા તથા માણસજાત માટેનાં તેમના આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે [તો કેવું સારું] !


આ તેમની કૃપા તથા માણસજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે [તો કેવું સારું] !


તમે યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા ઉત્તમ છે; તેમના નામની સ્તુતિ ગાઓ, કેમ કે તેમ કરવું આનંદદાયક છે.


યહોવાની સ્તુતિ કરો; કેમ કે આપણા ઈશ્વરનાં સ્‍તોત્ર ગાવાં એ સારું તથા મનોરંજક છે; સ્તુતિ કરવી એ ઘટતું છે.


હે ન્યાયીઓ, તમે યહોવામાં હરખાઓ; યથાર્થીઓ સ્તુતિ કરે તે ઘટિત છે.


જે ઉપકારસ્તુતિનાં અપર્ણ ચઢાવે છે તે મારો મહિમા [પ્રગટ] કરે છે; અને જે પોતાની વર્તણૂક [નિયમસર] રાખે છે, તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ.”


તમે એ કર્યું છે, માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ; અને તમારું નામ ઉત્તમ છે એવું હું તમારા સંતોની સમક્ષ પ્રગટ કરીશ.


હું રાજીખુશીથી તમને યજ્ઞાર્પણ કરીશ; હે યહોવા, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે સારું છે.


પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે; મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે, જેથી હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરું.


મેં કહ્યું, “તમે દેવો છો, અને તમે સર્વ પરાત્પરના દીકરા છો.”


પણ, હે યહોવા, તમે સર્વકાળ પરમ ઊંચામાં છો.


કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતનકાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: “હું ઉચ્ચસ્થાને તથા પવિત્રસ્થાને રહું છું, વળી જે અંત:કરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હ્રદયને ઉત્તેજિત કરું.


હે રાજાજી, પરાત્પર ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સારને રાજ્ય, મહત્તા, મહિમા તથા પ્રતાપ આપ્યાં હતાં:


ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારાં હ્રદયોમાં પ્રભુનાં ગાયનો તથા ભજનો ગાઓ.


માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.


એ માટે ઈશ્વરના લોકોને સારું વિશ્રામનો વાર હજી રહેલો છે.


Lean sinn:

Sanasan


Sanasan