Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 91:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ, અને તેને મારું તારણ દેખાડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 હું તેને દીર્ઘાયુષ્યથી તૃપ્ત કરીશ, અને હું તેને મારા ઉદ્ધાર દેખાડીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 હું તેને લાંબા આયુષ્યથી વેષ્ટિત કરીશ અને તેને મારા તરફથી મળતો ઉદ્ધાર દેખાડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ, અને હું મારું તારણ તેને આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 91:16
14 Iomraidhean Croise  

ત્યારે પછી ઇબ્રાહિમે પ્રાણ મૂક્યો, અને વૃદ્ધ તથા પાકટ વયનો થઈને તે બહુ ઘડપણમાં મરણ પામ્યો; અને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.


જેમ પાકેલા ધાન્યનો પૂળો તેની મોસમે ઘેર લવાય છે, તેમ તું પાકી ઉંમરે કબરમાં જશે.


તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.


તેણે તમારી પાસેથી જીવતદાન માગ્યું, તે તમે તેને આપ્યું; એટલે સર્વકાળ રહે એવું [દીર્ઘાયુષ્ય] તેને આપ્યું.


જે ઉપકારસ્તુતિનાં અપર્ણ ચઢાવે છે તે મારો મહિમા [પ્રગટ] કરે છે; અને જે પોતાની વર્તણૂક [નિયમસર] રાખે છે, તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ.”


યહોવાનું ભય આયુષ્ય વધારે છે; પણ દુષ્ટોનાં વર્ષો ટૂંકાં કરવામાં આવશે.


ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાનાં અને યહોવાના ભયનાં ફળ છે.


તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે; તેના ડાબા હાથમાં દ્રવ્ય તથા માન છે.


કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાનાં વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપશે;


પણ યહોવાથી ઇઝરાયલ અનંતકાળ માટેનું તારણ પામશે; તમે સદાકાળ માટે લજવાશો નહિ ને શરમાશો નહિ.


કેમ કે મારી આંખોએ તમારું તારણ જોયું છે,


અને સર્વ દેહધારી ઈશ્વરનું તારણ જોશે.”


એ માટે કે તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા આયુષ્યભર યહોવા તારા ઈશ્વરનો ડર રાખીને તેમનાં સર્વ વિધિઓ તથા આજ્ઞાઓ જે હું તમને ફરમાવું છું તે પાળો; અને તારી આવરદા લાંબી થાય.


Lean sinn:

Sanasan


Sanasan