Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 90:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તમે તેઓને રેલની માફક તાણી જાઓ છો; તેઓ નિદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતા ઘાસ જેવાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તમે તેમને પાણીના પૂરની જેમ તાણી જાઓ છો. તેઓ તો નિદ્રા સમાન છે. તેઓ સવારમાં ઊગતા ઘાસ જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો; અમારું જીવન એક સ્વપ્ન જેવું છે, અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 90:5
16 Iomraidhean Croise  

તે સ્વપ્નની જેમ ઊડી જશે, અને તેનો પત્તો પણ લાગશે નહિ; રાતના સંદર્શનની માફક તે લોપ થઈ જશે.


તેઓનો સમય પૂરો થયા પહેલાં તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા, તેઓનો પાયો રેલમાં તણાઈ ગયો હતો;


સવારથી સાંજ સુધીમાં તેઓ નાશ પામે છે; તેઓ સદાને માટે નાશ પામે છે, અને કોઈ તે લેખવતું નથી.


તેઓ વેગવાળાં વહાણોની જેમ તથા શિકાર ઉપર તલપ મારતા ગરૂડની જેમ જતા રહે છે.


માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન [હતું ન હતું થઈ જાય છે] , તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો.


ભરવાડોની રાવટીની જેમ મારું રહેઠાણ ઉખેડી નંખાયું છે, ને મારી પાસેથી દૂર કરવામાં આવ્યું છે; મેં વણકરની જેમ મારું જીવન વીંટાળી લીધું છે; તે મને તાણામાંથી કાપી નાખશે; એક દિવસ ને રાત સુધી તમે મને પૂરો કરી નાખશો.


સવાર સુધી મેં વિચાર કર્યો કે, તે સિંહની જેમ મારાં સર્વ હાડકાં ભાંગી નાખે છે; એક દિવસ ને રાત સુધીમાં તમે મને પૂરો કરી નાખશો.


“પોકાર, ” એવું કોઈ કહે છે. મેં પૂછયું, “શું પોકારું?” જવાબ મળ્યો, “સર્વ મનુષ્ય ઘાસ જ છે, ને તેમનુમ સર્વ સૌંદર્ય ખેતરના ફૂલ જેવું છે:


ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય ચે; કેમ કે યહોવાનો વાયુ તે પર વાય છે; લોકો ખચીત ઘાસ જ છે.


કેમ કે, “સર્વ પ્રાણી ઘાસના સરખાં છે, અને તેઓનું તમામ ગૌરવ ઘાસના ફૂલ સરખું છે. ઘાસ સુકાઈ જાય છે, ને તેનું ફૂલ ખરી પડે છે,


Lean sinn:

Sanasan


Sanasan