Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 9:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તમે વિદેશીઓને ધમકાવ્યા છે, તમે દુષ્ટોનો નાશ કર્યો છે, તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તમે વિદેશી પ્રજાઓને ધમકાવી છે, અને દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેમનું નામનિશાન સદાને માટે ભૂંસી નાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તમે વિદેશીઓને ધમકાવ્યા છે, તમે દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હે યહોવા, તમે વિદેશી રાષ્ટ્રોને, અન્ય પ્રજાઓને અને દુષ્ટ લોકોનો નાશ કર્યો છે. અને તમે સદાને માટે તેઓના નામ ભૂંસી નાખ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 9:5
24 Iomraidhean Croise  

અને અહિથોફેલે જોયું કે, ‘મારી સલાહ પ્રમાણે કરવામાં આવ્યું નથી, ’ ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના નગરમાં પોતને ઘેર ગયો, ને ઘરની વ્યવસ્થા કરીને ફાંસો ખાઈને મરી ગયો. અને તેને તેના પિતાની કબરમાં દાટવામાં આવ્યો.


તેઓ વિદેશીઓને બદલો વાળે, અને લોકોને શિક્ષા પહોંચાડે;


વિદેશીઓ કેમ તોફાન કરે છે, અને લોકો વ્યર્થ કલ્પના કેમ કરે છે?


જૂઠું બોલનારાઓનો નાશ તમે કરશો; ખૂની તથા કપટી માણસોથી યહોવા કંટાળે છે.


જો માણસ [પાપથી] ન ફરે, તો તે તેની તરવાર ઘસશે; તેમણે પોતાનું ધનુષ્ય તાણીને તૈયાર કર્યું છે.


વળી તેમણે તેઓની સામેથી વિદેશીઓને કાઢી મૂક્યા, અને [જમીન] માપીને ઇઝરાયલનાં કુળોને વારસાના ભાગ પાડી આપ્યા, અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા.


વિદેશીઓ શા માટે કહે છે, “તેઓનો ઈશ્વર ક્યાં છે?” અમે નજરે જોઈએ એવી રીતે તમારા સેવકોના વહેવડાવેલા રક્તનો બદલો વિદેશીઓને આપો.


ન્યાયીના સ્મરણને ધન્યવાદ મળે છે; પણ દુષ્ટોનું નામ તો સડી જશે.


નેકીવાનોનો પ્રકાશ આનંદ છે; પણ દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવશે.


હું એલામમાં મારું રાજ્યાસન સ્થાપન કરીશ, ને તેમાંથી રાજા તથા સરદારોને નષ્ટ કરીશ, એવું યહોવા કહે છે.


હે પ્રભુ, તમે મારા જીવનો પક્ષ કરીને મારા તરફથી વિવાદ ચલાવ્યા છે; તમે મારા પ્રાણનો ઉદ્ધાર કર્યો છે.


તમે દુષ્ટોને [તમારા] પગ નીચે ખૂંદશો; કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું આ પ્રમાણે કરીશ તે દિવસે તેઓ તમારા પગનાં તળિયા નીચે રાખ સમાન થશે.


મારી આડે આવીશ નહિ, મને તેઓનો નાશ કરવા દે, ને આકાશ નીચેથી તેઓનું નામ મને ભૂંસી નાખવા દે. અને તેઓના કરતાં હું તારાથી એક સમર્થ તથા મોટી દેશજાતિ ઉત્પન્‍ન કરીશ.’


તેમના મોંમાંથી ધારવાળી તરવાર નીકળે છે કે, તે વડે તે વિદેશીઓને મારે! તે લોઢાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે! અને સર્વશક્તિમાન ઈશ્વરના સખત કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે.


દાઉદે અબિગાઈલને કહ્યું, “ઇઝરાયલના ઇશ્વર યહોવા જેમણે તને આજે મને મળવા મોકલી તેમને ધન્ય હો.


નાબાલ મરણ પામ્યો છે એ દાઉદે સાંભળ્યું, ત્યારે તેણે કહ્યું, “યહોવા જેમણે નાબાલ પર મને મહેણાં મારવાનું વેર લીધું છે, ને જેમણે પોતાના સેવકને અન્યાય કરતાં અટકાવ્યો છે તેમને ધન્ય હોજો. યહોવાએ નાબાલનું દુષ્ટ કર્મ તેને પોતાને જ માથે પાછું વાળ્યું છે.”


ત્યારે શાઉલે પોતાના શસ્‍ત્રવાહકને કહ્યું, “તારી તરવાર તાણીને મને વીંધી નાખ, રખેને આ બેસુન્‍નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરે.” પણ તેના શસ્‍ત્રવાહકે એમ કરવાની ના પાડી. કેમ કે તે ઘણો બીધો, ત્યારે શાઉલે પોતાની તરવાર લઈને તે પર પડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan