Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 9:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હે યહોવા, ઊઠો; માણસને પ્રબળ થવા ન દો; તમારી સમક્ષ વિદેશીઓનો ન્યાય થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 હે પ્રભુ, ઊઠો, મર્ત્ય માણસોને પ્રબળ થવા ન દો, વિધર્મીઓને તમારી સન્મુખ લાવો અને તેમનો ન્યાય તોળો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હે યહોવાહ, ઊઠો; માણસને અમારા પર વિજયી ન થવા દો; તમારી સમક્ષ રાષ્ટ્રોનો ન્યાય થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 હે યહોવા, ઊઠો; માણસને વધુ બળવાન થવા ન દેશો! ભલે રાષ્ટ્રોનો ન્યાય તમારી સંમુખ થાય.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 9:19
23 Iomraidhean Croise  

અને તે બોલ્યો, “હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઇઝરાયલ કહેવાશે; કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તેં યુદ્ધ કર્યું છે, ને જય પામ્યો છે.”


આસાએ પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરી, “હે યહોવા, બળવાનની વિરુદ્ધ નિર્બળને સહાય કરનાર, તમારા સવાય બીજો કોઈ નથી. હે યહોવા, અમારા ઈશ્વર, અમને સહાય કરો. અમે તમારા પર ભરોસો રાખીએ છીએ, તમારે નામે અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ. હે યહોવા, તમે અમારા ઈશ્વર છો; તમારી વિરુદ્ધ માણસ ફાવી જાય નહિ.”


હે યહોવા, ઊઠો; હે ઈશ્વર, તમારો હાથ ઊંચો કરો; ગરીબોને વીસરી ન જાઓ.


તેઓ વિદેશીઓને બદલો વાળે, અને લોકોને શિક્ષા પહોંચાડે;


યહોવા, ઊઠો, હે મારા ઈશ્વર, મારું તારણ કરો; કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાગી નાંખ્યા છે.


હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘો છો? ઊઠો, [અને અમને] સદાકાળ દૂર ન રાખો.


તમે અમને સહાય કરવા ઊઠો, અને તમારી કૃપાથી અમને છોડાવી લો.


હે યહોવા, તમે કોપ કરીને ઊઠો, મારા શત્રુઓના જુસ્સાની વિરુદ્ધ ઊભા થાઓ; મારે માટે જાગ્રત થાઓ; તમે ન્યાય કરવાની આજ્ઞા આપી છે.


જે વિદેશીઓ તમને જાણતા નથી, અને જે રાજ્યની પ્રજાઓ તમારે નામે અરજ કરતી નથી, તેઓ પર તમારો કોપ રેડો.


એફ્રાઈમ તથા બિન્યામીન તથા મનાશ્શાની સંમુખ તમારું સામર્થ્ય પ્રગટ કરો, અમને તારવાને આવો.


રે યહોવાના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યથી વેષ્ટિત થા; પૂર્વકાળની જેમ, અને પુરાતન કાળની પેઢીઓમાં થયું, તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?


જે વિદેશીઓ તમને ઓળખતા નથી, તથા જે કુળો તમારું નામ લેતા નથી તેઓના પર તમારો કોપ રેડી દો; કેમ કે તેઓ યાકૂબને ખાઈ ગયા છે, બલકે ખાઈ જઈને તેને છેક પાયમાલ કર્યો છે, અને તેનું રહેવાનું સ્થળ વેરાન કર્યું છે.”


“પ્રજાઓ ઊઠે, ને યહોશાફાટની ખીણમાં આવે કેમ કે ત્યાં હું આસપાસની સર્વ પ્રજાઓનો ન્યાય કરવાને બેસીશ.


વળી જે પ્રજાઓને [મારું] સાંભળ્યું નહિ તેઓ ઉપર હું ક્રોધ તથા રોષથી વૈર વાળીશ.”


“માટે, ” યહોવા કહે છે, “હું નાશ કરવાને ઊભો થાઉં તે દિવસ સુધી તમે મારી રાહ જુઓ; કેમ કે પ્રજાઓને એકત્ર કરવાનો મેં નિર્ણય કર્યો છે, જેથી હું રાજ્યોને ભેગાં કરીને મારો સર્વ ક્રોધ, હા, મારો સર્વ સખત કોપ તેમના પર રેડું; કેમ કે આખી પૃથ્વી મારા આવેશના અગ્નિથી ભસ્મ થશે.


અને જો મિસરના લોકો ત્યાં જાય નહિ, તો તેમનામાં મરકી ચાલશે; જે પ્રજાઓ માંડવાપર્વ પાળવાને જાય નહિ તેઓમાં મરકી મોકલીને યહોવા તેમને મારશે.


તેમના મોંમાંથી ધારવાળી તરવાર નીકળે છે કે, તે વડે તે વિદેશીઓને મારે! તે લોઢાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે! અને સર્વશક્તિમાન ઈશ્વરના સખત કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે.


તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે, પણ દુષ્ટો અંધકારમાં ચૂપ કરી નંખાશે; કેમ કે બળથી કોઈ પણ જય પામશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan