Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 9:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 યહોવાએ પોતે પોતાની ઓળખાણ આપી છે, તેમણે ન્યાય કર્યો છે. દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. (હિગ્ગાયોન. સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 અદલ ન્યાયશાસન દ્વારા પ્રભુએ પોતાનો પરિચય કરાવ્યો છે, અને દુષ્ટો પોતાની જ પ્રપંચી જાળમાં ફસાયા છે. (હિગ્ગાયોન, સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યહોવાહે પોતે પોતાની ઓળખાણ આપી છે; તેમણે ન્યાય કર્યો છે; દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. સેલાહ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને, પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 9:16
26 Iomraidhean Croise  

તો હવે હે અમારા ઈશ્વર યહોવા, હું તમને કાલાવાલા કરું છું કે, તમે અમને તેના હાથમાંથી બચાવો કે, પૃથ્વીના સર્વ રાજ્યો જાણે કે, તમે, હે યહોવા, એકલા તમે જ, ઈશ્વર છો.”


પાશ તેની એડી પકડી લેશે, અને ફાંદો એને ફસાવશે.


તે દુષ્ટો પર ફાંદાનો વરસાદ વરસાવશે. અગ્નિ, ગંધક, અને ભયંકર લૂ, એ તેઓના પ્યાલાનો ભાગ થશે.


મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.


હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હ્રદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ.


તમારાં ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામો, અને યહૂદિયાની દીકરીઓ હરખાઓ.


હે યહોવા, મારા બોલવા પર કાન ધરો, મારા ચિંતન પર લક્ષ લગાડો.


તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે, અને તેનો બલાત્કાર તેના પોતાના માથા પર પડશે.


સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરવાં [તે સારું છે.]


અને ફારુન નજીક આવ્યો, ત્યારે ઇઝરાયલીઓએ નજર કરી તો, જુઓ, મિસરીઓ તેમની પાછળ ધસી આવતા હતા; અને તેઓ બહુ બીધા. અને ઇઝરાયલી લોકોએ પહોવા પ્રત્યે પોકાર કર્યો.


અને યહોવાએ મિસરીઓ વિરુદ્ધ કરેલું એ અદભૂત કૃત્ય ઇઝરાયલે જોયું, ત્યારે તે લોકો યહોવાથી બીધા; અને યહોવા પર તથા તેમના સેવક મૂસા પર તેમનો વિશ્વાસ બેઠો.


અને હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, તે તેઓનો પીછો પકડશે; અને ફારુન ઉપર તથા તેના બધા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ, અને મિસરીઓ જાણશે કે હું યહોવા છું.” અને તેઓએ એમ કર્યું.


અને જ્યારે હું મારો હાથ મિસર ઉપર લંબાનીને તેઓ મધ્યેથી ઇઝરાયલી લોકોને બહાર કાઢીશ, ત્યારે મિસરીઓ જાણશે કે હું યહોવા છું.”


દુષ્ટ માણસના હોઠોનાં ઉલ્લંઘનો તેમને પોતાને માટે ફાંદો છે; પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે.


તો તું તારા મુખનાં વચનોથી ફસાયો છે, તું તારા મુખના શબ્દોથી સપડાયો છે;


તેથી યહોવાની વાત તેઓને માટે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એવી થશે; એ માટે કે તેઓ ચાલતાં ચાલતાં ઠોકર ખાઈને પાછા પડે, ને નાસે, ફસાય ને પકડાય.


તેઓમાંના ઘણા તેથી ઠોકર ખાઈને પડશે, ને છિન્નભિન્ન થઈ જશે, ને સપડાઈને પકડાશે.”


ત્યાર પછી દાર્યાવેશ રાજાએ આખી પૃથ્વી પર રહેતા સર્વ લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ [બોલનાર માણસો] ને એવો હુકમ લખી મોકલ્યો, “તમને અધિક અધિક શાંતિ [થાઓ].


ત્યારે અદોની બેઝેકે કહ્યું, “હાથના તથા પગના અંગૂઠા કાપી નંખાયેલા એવા સિત્તેર રાજાઓ મારી મેજ નીચેથી [ટુકડા] વીણી ખાતા હતા. જેવું મેં કર્યું છે, તેવો જ બદલો ઈશ્વર મને આપ્યો છે.” અને તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા, ને ત્યાં તે મરી ગયો.


આજે યહોવા તને મારા હાથમાં સોંપશે; અને હું તને મારીશ, ને તારું માથું તારા [ઘડ] થી જુદું કરીશ. અને આજે પલિસ્તીઓના સૈન્યનાં મુડદાં હું વાયુચર પક્ષીઓને તથા પૃથ્વી પરનાં રાની પશુઓને આપીશ, જેથી આખી દુનિયા જાણે કે ઇઝરાયલમાં ઈશ્વર છે.


Lean sinn:

Sanasan


Sanasan