Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 9:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું; હું તમારા તારણમાં હર્ષ પામીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 એટલે, હું સિયોનના દરવાજે લોકોની સમક્ષ તમારાં ગુણગાન ગાઈશ; અને તમારા ઉદ્ધારમાં આનંદ પામીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું હું તમારા ઉદ્ધારમાં હર્ષ પામીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 9:14
27 Iomraidhean Croise  

યહોવાનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?


પરંતુ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે; તમારા તારણમાં મારું હ્રદય હર્ષ પામશે.


તારા તારણમાં અમે આનંદ માનીશું, આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું; યહોવા તારી સર્વ અરજો સ્વીકારો.


હે યહોવા, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે; અને તમારા તારણથી તે કેટલો બધો આનંદ કરશે!


હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ; મંડળીમાં હું તમારી સ્તુતિ કરીશ.


તમારી કૃપાથી હું મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું. તેમનું ભય રાખનારાની આગળ હું મારી માનતા પૂરી કરીશ.


હું મહા મંડળીમાં તમારી આભારસ્તુતિ કરીશ; ઘણા લોકોમાં હું તમારી પ્રશંસા કરીશ.


મારો આત્મા યહોવામાં ઉત્સાહ કરશે, તે તેમના તારણમાં હર્ષ પામશે.


હું લોકોના ટોળા સાથે જતો, અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના મંદિરમાં દોરી જતો, એ વાતો યાદ કરું છું ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે.


તમારા તારણનો હર્ષ મને પાછો આપો; અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો.


હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો; એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.


મારો જીવ પણ બહુ મૂંઝાયો છે; પણ, હે યહોવા, તે ક્યાં સુધી?


પણ હું તો હંમેશાં આનંદ કરીશ, હું યાકૂબના ઈશ્વરનાં સ્તોત્રો ગાઈશ.


પછી અમે તમારા લોક તથા તમારા ચારાનાં ઘેટાં નિરંતર તમારી આભારસ્તુતિ કરીશું; પેઢી દરપેઢી અમે તમારું સ્તવન કરીશું.


અને યહોવાએ કહ્યું, “મેં મિસરમાંના મારા લોકનું દુ:ખ ખરેખર જોયું છે, ને તેમના મુકાદમોને લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે; કેમ કે તેઓનો ખેદ હું જાણું છું;


અને હવે, જો, ઇઝરાયલીઓનો વિલાપ મારી પાસે આવ્યો છે. વળી જે જુલમ મિસરીઓ તેઓ ઉપર ગુજારે છે તે પણ મેં જોયો છે.


ત્યારે તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.


તે માટે યહોવા સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે; ‘સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે, અને હસી કાઢયો ચે; યરુશાલેમની દીકરીએ તારી તરફ ડોકું ધુણાવ્યું છે.


જુઓ, યહોવાએ પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે. તમે સિયોનની દીકરીને કહો, “જો તારું તારણ આવે છે; જો, તેનું ઇનામ તેની સાથે છે, ને તેનું પ્રતિફળ તેની આગળ છે.


હે સિયોનની પુત્રી, ઊઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાને લોઢારૂપ, ને તારી ખરીઓને પિત્તળરૂપ કરીશ, અને તું ઘણી પ્રજાઓને કચરીને ચૂરેચૂરા કરશે. અને તું તેઓની કમાઈનું યહોવાએ તથા તેઓની સંપત્તિનું આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે.


તોપણ હું યહોવામાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા ઈશ્વરમાં આનંદ કરીશ.


અને ઈશ્વર મારા તારનારમાં મારો આત્મા આનંદ પામ્યો છે.


અને હાન્‍નાએ પ્રાર્થના કરતાં કહ્યું, “મારું અંત:કરણ યહોવામાં ઉલ્લાસ કરે છે, મારું શિંગ યહોવામાં ઊંચું કરાયું છે; મારું મુખ મારા શત્રુઓ સામે છૂટું થયું છે; કેમ કે હું તારા તારણમાં હરખાઉં છું.


Lean sinn:

Sanasan


Sanasan