Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 9:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખશે; કેમ કે, હે યહોવા, તમે તમારા શોધનારને તજ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 હે યાહવે, તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખે છે; તમારું શરણ શોધનારાઓને તમે કદી તરછોડતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જેઓ તમારું નામ જાણે છે, તેઓ તમારા પર ભરોસો રાખશે, કારણ કે, હે યહોવાહ, તમે તમારા શોધનારને તરછોડ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે, કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 9:10
24 Iomraidhean Croise  

મારા ખડકના ઈશ્વર, હું તેમના પર ભરોસો રાખીશ; તે મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે. હે મારા ત્રાતા, તમે મને જુલમમાંથી બચાવો છો.


મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


કેમ કે યહોવા ન્યાયને ચાહે છે, તે પોતાના ભક્તોને તજી દતા નથી. તે તેઓનું સદા રક્ષણ કરે છે; પણ દુષ્ટોનાં સંતાનનો ઉચ્છેદ થશે.


પણ યહોવા ન્યાયીઓનું તારણ કરે છે; સંકટને સમયે તે તેઓનો કિલ્લો છે.


પણ તમારા પર ભરોસો રાખનારા બધા આનંદ કરશે; તમે તેમનું રક્ષણ કરો છો માટે તેઓ સદા હર્ષનાદ કરશે. વળી તમારા નામ પર પ્રેમ કરનારા તમારામાં હર્ષ પામશે.


હે ઈશ્વર, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો; કેમ કે મારો આત્મા તમારે શરણે આવ્યો છે; [આ] વિપત્તિઓ થઈ રહે, ત્યાં સુધી હું તમારી પાંખોને આશ્રયે રહીશ.


તેણે મારા પર પોતાનો પ્રેમ બેસાડ્યો છે માટે હું તેને બચાવીશ; તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.


યહોવાનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.


જ્યારે ભયંકર લોકોનો ઝપાટો કોટ પરના તોફાન જેવો છે, ત્યારે તમે ગરીબોનો આશ્રય, સંકટસમયે દીનોનો આધાર, તોફાનની સામે ઓથો, ને તડકાની સામે છાયો છો.


ગુપ્તમાં, અંધકારના પ્રદેશમાં, હું બોલ્યો નથી; યાકૂબનાં સંતાનોને મને ફોગટ શોધવાનું મેં કહ્યું નથી. હું યહોવા, સત્ય વાત કહેનાર, તથા સાચી વાત પ્રગટ કરનાર છું.


તમે મને શોધશો, ને તમે તમારા ખરા હ્રદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ.


યહોવા સારા છે, સંકટ સમયે તે ગઢરૂપ છે; અને તેમના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે.


અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્ચરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.


કેમ કે જે ઈશ્વરે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેમણે આપણાં હ્રદયમાં પ્રકાશ પાડ્યો છે કે, જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.


એ કારણથી હું એ દુ:ખો સહન કરું છું. તોપણ હું શરમાતો નથી, કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.


જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો એ ઉપરથી આપણને માલૂમ પડે છે કે આપણે તેમને ઓળખીએ છીએ.


વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે, ને જે સાચા છે તેમને ઓળખવા માટે તેમણે આપણને સમજણ આપી છે. અને જે સાચા છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, એમનામાં આપણે છીએ. એ જ ખરા ઈશ્વર છે, તથા અનંતજીવન છે.


Lean sinn:

Sanasan


Sanasan