Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 89:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હે યહોવા, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે; વળી સંતોની મંડળીમાં તમારું વિશ્વાસુપણું [વખાણવામાં આવશે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 હે પ્રભુ, આકાશો તમારાં અજાયબ કાર્યોની પ્રશંસા કરે છે, અને સંતોની સભા તમારા વિશ્વાસુપણા વિષે ગાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હે યહોવાહ, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે; સંતોની સભામાં તમારું વિશ્વાસુપણું વખાણવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે, અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 89:5
24 Iomraidhean Croise  

તારા દિવસો પૂરા થતાં તારે તારા પિતૃઓની પાસે જવું પડશે, ત્યારે હું તારા પછી તારા સંતાનને તારી જગાએ સ્થાપિત કરીશ.તારા પુત્રોમાંથી જે રાજા થશે તેનું રાજ હું કાયમ રાખીશ.


તે મારે માટે મંદિર બાંધશે, ને હું સદાકાળ તેનું રાજ્યાસન કાયમ રાખીશ.


હાંક માર; તને ઉત્તર આપનાર કોઈ છે વારુ? અને કયા ઇશ્ચરદૂતને શરણે તું જશે?


યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી, “હું તારી ગાદી પર તારા સંતાનને બેસાડીશ;” તેથી તે ફરી જશે નહિ.


આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે; અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે.


આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે. (સેલાહ)


તો દરરોજ મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરવાને માટે હું સદા તમારા નામનું સ્તવન કરીશ.


જો તેના દીકરાઓ મારા નિયમનો ત્યાગ કરે, અને મારા ઠરાવો પ્રમાણે ન ચાલે;


ચંદ્રની જેમ તે સદા અચળ રહેશે, અને આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું [થશે].” (સેલાહ)


સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે, જેઓ તેમની આસપાસ છે તે બધાના કરતાં તે વધારે ભયાવહ છે.


આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે, સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.


હે આકાશો, તમે હર્ષનાદ કરો, કેમ કે યહોવાએ તે કર્યું છે! હે પૃથ્વીનાં ઊંડાણો, તમે જયઘોષ કરો! હે પર્વતો, વન તથા તેમાંનાં સર્વ ઝાડ, તમે ગાયન કરવા માંડો, કેમ કે યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કર્યો છે, ને ઇઝરાયલમાં તે પોતાનો મહિમા પ્રગટ કરશે.


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


અગ્નિની જવાળા તેની આગળથી નીકળીને ઘસી જતી હતી. હજારોહજાર તેની સેવા કરતા હતા, અને લાખોલાખ તેની સમક્ષ ઊભા રહેલા હતા; ન્યાયસભા ભરાઈ હતી, ને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં હતાં.


જેથી જે સંકલ્પ તેમણે સનાતકાળથી આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં કર્યો,


અને તેણે કહ્યું, “યહોવા સિનાઈથી આવ્યા, અને સેઈરથી તેઓ પર ઊગ્યા; પારાન પહાડથી તે પ્રકાશ્યા, અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા; તેમના જમણા હાથમાં નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.


અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જવાળામાં પ્રગટ થશે, ત્યારે તે તમો દુ:ખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે.


તે બાબતો પ્રસિદ્ધ કરીને તેઓએ પોતાની જ નહિ પણ તમારી સેવા કરી હતી, એવું તેઓને પ્રગટ કરવામાં આવ્યું હતું. તે બાબતોના સમાચાર આકાશમાંથી મોકલેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓની મારફતે તમને હમણાં જણાવવામાં આવ્યા, તે બાબતોની નિરીક્ષા કરવાની ઇચ્છા દૂતો પણ રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan