Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 89:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 તમે તેના વૈરીઓનો જમણો હાથ ઊંચો કર્યો છે; તમે તેના સર્વ શત્રુઓને હર્ષ પમાડયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

42 તમે તેના વૈરીઓનું બાહુબળ વધાર્યું છે. તમે તેના સર્વ દુશ્મનોને વિજયથી આનંદિત કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 તમે તેના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે; અને તમે તેના સર્વ શત્રુઓને આનંદિત કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 તમે તેમના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે. અને તેમના સર્વ શત્રુઓને તમે આનંદિત કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 89:42
10 Iomraidhean Croise  

આખો દિવસ મારા હ્રદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુ મારા પર ચઢી વાગશે?


ડુક્કર જંગલમાંથી [આવીને] તેને બગાડે છે, અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.


તમે અમને અમારા પડોશીઓ પ્રત્યે તકરારનું કારણ બનાવો છો; અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે.


યહોવાએ જે નિર્ણય કર્યો હતો તે તેમણે પાર પાડ્યો છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પાર પાડ્યું છે. દયા રાખ્યા વગર તેમણે તને તોડી પાડ્યું છે. અને તારો શત્રુ તારા [હાલ જોઈને] હરખાય, એવું તેમણે કર્યું છે. પ્રભુએ તારા દુશ્મોનોનું શિંગ ઊંચું ચઢાવ્યું છે.


અને હું તમારી વિરુદ્ધ મારું મુખ રાખીશ, ને તમે તમારા શત્રુઓની આગળ માર્યા જશો. જેઓ તમારો દ્વેષ કરે છે તેઓ તમારા ઉપર રાજ કરશે, અને તમારી પછવાડે કોઈ લાગેલો નહિ હોવા છતાં તમે નાસશો.


હું તમારા ઉપર તરવાર લાવીશ, કે જે [તોડેલા] કરારનો બદલો લેશે. અને તમે પોતાનાં નગરોમાં એકઠાં થશો, ત્યારે હું તમારામાં મરકી મોકલીશ, અને તમે શત્રુનાં હાથમાં સોંપાશો.


હું તમને ખચીત ખચીત કહું છું કે, તમે રડશો ને શોક કરશો પણ જગત આનંદ પામશે. તમે દિલગીર થશો, પણ તમારી દિલગીરી આનંદરૂપ થઈ જશે.


યહોવા તારા શત્રુઓની સામે તને માર ખવડાવશે. તું એક માર્ગે તેઓની સામે ધસી જઈશ. ને સાત માર્ગે તેઓની સામેથી નાસી જઈશ. અને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં તું અહીંથી તહીં નાસાનાસ કરશે.


તારી મધ્યેનો પરદેશી તારા કરતાં વધારે ને વધારે ચઢિયાતો થતો જશે. પણ તું તો વધારે ને વધારે નીચો થતો જશે.


પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુ:ખ દીધું હતું.


Lean sinn:

Sanasan


Sanasan