Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 89:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 મારો કરાર હું તોડીશ નહિ, અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 તેની સાથેનો મારો કરાર હું તોડીશ નહિ, કે મારા મુખેથી નીકળેલા એકપણ શબ્દને બદલીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 હું મારો કરાર નહિ તોડું અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 ના, હું મારા કરારનું ખંડન નહિ કરું, મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 89:34
11 Iomraidhean Croise  

પણ જેમ મેં શાઉલને તારી આગળથી ખસેડીને તેની પાસેથી મારી કૃપા લઈ લીધી, તેવી રીતે તેની પાસેથી તે જતી રહેશે નહિ.


અને આને લીધે હું દાઉદના સંતાન પર આપત્તિ મોકલીશ, પણ તે સદાને માટે નહિ.’”


હું તેનો પિતા થઈશ, ને તે મારો પુત્ર થશે. જે તારી અગાઉ હતો તેના ઉપરથી જેમ મેં મારી કૃપા પાછી ખેંચી લીધી, તેમ તેના ઉપરથી હું તે ખેંચી લઈશ નહિ.


તમારા નામની ખાતર અમને ન ધિક્કારો. તમારા પ્રતાપી સિંહાસનનું અપમાન ન કરો; અમારી સાથેના તમારા કરારનું સ્મરણ કરો, તેને તોડશો નહિ.


યહોવા કહે છે, “જો તમે દિવસ તથા રાત સાથેનો મારો કરાર તોડી શકો, એટલે રાત તથા દિવસ પોતપોતાના સમયે [નિયમિત] ન થાય;


અને એટલું બધું થયા છતાં પણ જ્યારે તેઓ પોતાના શત્રુઓના દેશમાં હશે, ત્યારે હું તેઓને તજીશ નહિ, ને તેઓનો પૂરો નાશ કરવાને, ને તેઓની આગળ કરેલો મારો કરાર તોડવા માટે હું તેમનાથી કંટાળી જઈશ નહિ, કેમ કે હું યહોવા તેઓનો ઈશ્વર છું.


“કેમ કે હું યહોવા અવિકારી છું. એ માટે, હે યાકૂબના પુત્રો, તમારો સંહાર થયો નથી.


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહિ કરે? અથવા પોતાનું બોલવું તે પૂરું નહિ કરે?


આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.


કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.


દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.


Lean sinn:

Sanasan


Sanasan