Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 88:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તમે મારા ઓળખીતાને મારી પાસેથી દૂર કર્યા છે; તેઓ મારાથી કંટાળે, એવો તમે મને કર્યો છે. હું બંદીખાનામાં પડેલો છું, તેથી હું બરાબર નીકળી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તમે મને એવો રોગિષ્ટ બનાવ્યો છે કે મારા મિત્રો પણ મારાથી દૂર રહે છે; તમે મને તેઓ માટે ખૂબ ઘૃણાપાત્ર બનાવ્યો છે. હું અલાયદો રખાયો છું અને અહીંથી બહાર નીકળી શક્તો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 કેમ કે તમે મારા ઓળખીતાઓને મારી પાસેથી દૂર કર્યા છે. તેઓ મારાથી આંચકો પામે એવો તમે મને કર્યો છે. હું ફાંદામાં ફસાઈ ગયો છું અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તમે મારા મિત્રો પાસે મારો તિરસ્કાર કરાવ્યો છે, મારાથી તેઓ દૂર નાસે છે; હું ફાંદામા ફસાઇ ગયો છું, અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 88:8
18 Iomraidhean Croise  

તે જેને તોડી પાડે છે, તેને કોઈ ફરી ઊભું કરી શકતું નથી. તે માણસને કેદ કરે છે, ને કોઈ તેને છોડાવી શકતું નથી.


તેમણે વાડથી મારો માર્ગ એવો બંધ કર્યો છે કે, હું આગળ ચાલી શકતો નથી, અને મારા રસ્તાઓમાં તેમણે અંધકાર મૂક્યો છે.


તેઓ મારાથી કંટાળે છે, અને મારાથી આઘા ઊભા રહે છે, અને મારા મોં પર થૂંકતાં પણ તેઓ અચકાતા નથી.


મારે જમણે હાથે જુઓ, કેમ કે મને ઓળખનારો કોઈ નથી; મારે કોઈનો આશરો નથી; કોઈ માણસ મારા આત્માની કાળજી રાખતો નથી.


માટે મારો આત્મા મૂંઝાઈ ગયો છે; અને મારું અંત:કરણ સ્તબ્ધ થઈ ગયું છે.


મારા સર્વ વેરીઓ મને મહેણાં મારે છે, હા, મારા પડોશીઓ તો મને અતિશય [મહેણાં મારે છે] , અને મારા ઓળખીતાઓને મારું ભય લાગે છે. જેઓ મને બહાર જુએ છે તેઓ મને જોઈને નાસી જાય છે.


દિવસે યહોવા પોતાની વત્સલતા દર્શાવતા, અને રાત્રે હું તેમનું ગીત ગાતો, એટલે મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો.


મારા પ્રિય જનોને તથા મિત્રોને તમે મારાથી દૂર કર્યા છે, મારા ઓળખીતાઓમાં હવે તો અંધકાર જ [રહ્યો છે].


જેને માણસો બહુ ધિક્કારે છે, જેનાથી લોકો કંટાળે છે, જે અધિકારીઓનો સેવક છે, તેને ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર યહોવા, જે તેના પવિત્ર [ઈશ્વર] છે, તે એવું કહે છે, “યહોવા જે સત્ય છે, ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] છે, જેમણે તને પસંદ કર્યો છે, તેમને લીધે રાજાઓ [તને] જોઈને ઊભા થશે; સરદારો [તને] જોઈને પ્રણામ કરશે.”


મેં એકલાએ દ્રાક્ષાકુંડ ખૂંદ્યો છે; અને લોકોમાંથી કોઈ માણસ મારી સાથે નહોતો, વળી મેં મારા રોષમાં તેઓને ખૂંદ્યા, ને મારા કોપથી તેઓને છૂંદી નાખ્યા! તેઓનું લોહી મારાં વસ્ત્ર પર છંટાયું છે, ને મારા તમામ પોશાક પર મેં ડાઘ પાડયા છે.


તે સમયે તો બાબિલના રાજાનું સૈન્ય યરુશાલેમને ઘેરાવ કરતું હતું, ને યહૂદિયાના રાજાના મહેલમાં યહેરેગીરોની ચોકીમાં યર્મિયા પ્રબોધકને કેદ કરી રાખેલો હતો.


મેં ત્રણ પાળકોને એક માસમાં નષ્ટ કર્યા; કેમ કે હું તેમનાથી કાયર થયો હતો, ને તેઓ પણ મારાથી કંટાળ્યા હતા.


હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ એવો હુકમ કર્યો હતો કે, તે ક્યાં છે તેની જો કોઈ માણસને ખબર પડે તો તેણે ખબર આપવી, જેથી તેઓ તેમને પકડે.


Lean sinn:

Sanasan


Sanasan