Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 88:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 નીચલા ખાડામાં, અંધારી જગાઓમાં તથા ઊંડાણોમાં તમે મને નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તમે મને અતિ ઊંડા ગર્તમાં ધકેલી દીધો છે, અને ઘોર અંધારિયા અને ઊંડા ખાડામાં હડસેલી દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તમે મને છેક નીચલા ખાડામાં ધકેલી દીધો છે, તે સ્થળો અંધકારથી ભરેલાં અને ઊંડાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તમે મને છેક નીચલા ખાડામા ધકેલી દીધોં, તેવા ઊંડાણોમાં અતિશય અંધકાર હોય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 88:6
13 Iomraidhean Croise  

હે યહોવા, ઊંડાણોમાંથી મેં તમને વિનંતી કરી.


કેમ કે શત્રુએ મારા આત્માને સતાવ્યો છે; તેણે મારા જીવને ભૂમિ સાથે દબાવી દીધો છે; તેણે મને ઘણા દિવસ પર મૂએલાની જેમ અંધકારમાં પૂર્યો છે.


તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢયો. તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા, અને મારાં પગલાં સ્થિર કર્યાં.


પાણીની રેલ મને ન ડુબાડો, ઊંડાણ મને ગળી ન જાઓ; અને કબર મારા પર તેનું મોં બંધ ન કરો.


કેમ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; નીચલા શેઓલથી તમે મારા આત્માને છોડાવ્યો છે.


દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે; તેઓ શાથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.


તેમણે મને અજવાળામાં નહિ પણ અંધકારમાં દોરીને ચલાવ્યો છે.


હે યહોવા, મેં કારાગૃહના નીચલા ભોંયરામાંથી તમારા નામને હાંક મારી.


મેં કહ્યું કે, મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર મંદિર તરફ જોઈશ.


જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશરૂપે આવ્યો છું.


કેમ કે મારો કોપ ભડકે બળે છે, અને શેઓલના તળિયા સુધી તે બળે છે, અને પૃથ્વીને તેની પેદાશસહિત ખાઈ નાખે છે, અને પર્વતોના પાયાને સળગાવી દે છે.


તેઓ પોતાની લાજનું ફીણ કાઢનારા, સમુદ્રનાં વિકરાળ મોજાંઓ છે; તેઓ ભટકનારા તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ રાખી મૂકવામાં આવેલો છે.


વળી જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહિ, પણ પોતાનું સ્થાન છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયકરણ સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan