Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 84:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જે [સિયોનના] માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 જેઓ તમારી પાસેથી સામર્થ્ય પ્રાપ્ત કરે છે, અને જેમનાં હૃદય સિયોનના યાત્રામાર્ગો પર મંડાયેલાં છે તેમને ધન્ય છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જેઓનાં હૃદય સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેઓ આશીર્વાદિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય તમારા માર્ગો માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 84:5
17 Iomraidhean Croise  

જ્યારે તેઓએ મને કહ્યું, “આપણે યહોવાને મંદિરે જઈએ, ” ત્યારે હું આનંદ પામ્યો.


હે યહોવાના મંદિરમાં રાત્રે ઊભા રહેનારા, યહોવાના સર્વ સેવકો, તમે યહોવાને‍ સ્તુત્ય માનો.


‘હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તમારો નિયમ મારા હ્રદયમાં છે.’


હું લોકોના ટોળા સાથે જતો, અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના મંદિરમાં દોરી જતો, એ વાતો યાદ કરું છું ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે.


આપણે એકબીજાની સાથે સુખે ગોષ્ઠિ કરતા હતા, વળી જનસમુદાયની સાથે ઈશ્વરના મંદિરમાં જતા હતા.


હે અમારા તારણના ઈશ્વર, ન્યાયીકરણથી તમે ભયંકર કૃત્યો વડે અમને ઉત્તર આપશો; તમે પૃથ્વીની સર્વ દિશાઓના તથા દૂરના સમુદ્રોના આશ્રય છો.


ઈશ્વર જે આપણું સામર્થ્ય છે તેમની આગળ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વરની આગળ હર્ષનાદ કરો.


રાત્રે હું તમારે માટે આતુર બની રહ્યો છું; મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ. પૃથ્વી પર તમારાં ન્યાયશાસનો હોય, ત્યારે જગતના રહેવાસીઓ ધાર્મિકપણું શીખે.


મારા વિષે કહેવાશે કે, ‘ફકત યહોવામાં ન્યાયીપણું, તથા સામર્થ્ય છે; લોકો તેમને શરણે આવશે, ને તેમની સામે જેઓને રોષ ચઢયો હતો, તેઓ સર્વ લજવાશે.


પણ યહોવા કહે છે, “હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ, તે આ છે: હું મારો નિયમ તેઓનાં હ્રદયમાં મૂકીશ, તેઓના હ્રદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે.


કેમ કે એવો સમય આવશે કે જે વખતે એફ્રાઈમ પર્વત પરના ચોકીદારો પોકારશે, ‘ઊઠો, આપણે આપણા ઈશ્વર યહોવાની પાસે સિયોન પર ચઢી જઈએ.’”


ઘણી પ્રજાઓ કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના ઈશ્વરને મંદિરે જઈએ. તે આપણને તેના માર્ગો વિષે શીખવશે, ને આપણે તેમના પંથમાં ચાલીશું; કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી તથા યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે.


હું તેઓને યહોવામાં બળવાન કરીશ; અને તેઓ તેના નામમાં હરશે ફરશે, ” એમ યહોવા કહે છે.


અને તેમણે મને કહ્યું છે, “તારે માટે મારી કૃપા બસ છે; કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે, એ માટે ઊલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ.


જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.


Lean sinn:

Sanasan


Sanasan