Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 83:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓએ કહ્યું છે, “ચાલો, તેઓ પ્રજા ન કહેવાય એવી રીતે આપણે તેઓનો સંહાર કરીએ કે, ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી રહે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તેઓ કહે છે, “ચાલો, આપણે તેમને એક પ્રજા તરીકે મિટાવી દઈએ જેથી ઇઝરાયલ પ્રજાના નામનું સ્મરણ સુદ્ધાં ન રહે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓએ કહ્યું છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ. જેથી ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી કદી રહે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ; જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 83:4
14 Iomraidhean Croise  

પોતાના ભાઈઓની તથા સનરુનના સૈન્યની સમક્ષ તેણે કહ્યું, “આ નિર્મળ યહૂદિઓ શું કરે છે? શું તેઓ પોતાને માટે કોટ બાંધવાના? શું તેઓ યજ્ઞ કરવાના? શું તેઓ એક જ દિવસમાં પૂરું કરવાના? શું બળી ગયેલી [ઇમારતોનાં] ધૂળઢેફાંના ઢગલામાંથી તેઓ પાછા પથ્થર ઉપજાવવાના?”


તેઓએ પોતાના મનમાં ધાર્યું, “તેઓનું નામનિશાન રહેવા દઈએ નહિ;” તેઓએ દેશનાં સર્વ સભાસ્થાનોને બાળી નાખ્યાં છે.


માટે ચાલો, આપણે તેઓ પ્રત્યે ચાલાકીથી વર્તીએ; નહિ તો તેઓ વધી જશે, ને કોઈ લડાઈ જાગે ત્યારે એવું બને કે તેઓ આપણા શત્રુઓની સાથે મળી જઈને આપણી સામે લડે, ને દેશમાંથી નીકળી જાય.”


શેઓલની જેમ આપણે તેઓને જીવતા ને જીવતા સ્વાહા કરી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય!


ગરીબ ઘેટાંને કાપવા માટે લઈ જવામાં આવે છે, તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ રચીને [માંહોમાંહે કહેતા] , “વૃક્ષનો તેનાં ફળ સહિત નાશ કરીએ, ને તેના નામનું સ્મરણ ન રહે માટે સજીવોની ભૂમિમાંથી તેને કાપી નાખીએ, ” એ મેં જાણ્યું નહિ.


જો મારી આગળ આ નિયમોનો ભંગ થાય, તો જ ઇઝરાયલના સંતાનો પણ મારી આગળ હમેશને માટે એક પ્રજા તરીકે ગણાતાં બંધ થાય, ” એવું યહોવા કહે છે.


મોઆબનાં વખાણ ફરીથી કોઈ કરશે નહિ. તેઓએ હેશ્બોનમાં તેની પાયમાલી કરવાની યોજના કરી છે, ચાલો, ને તે એક પ્રજા તરીકે રહે નહિ એવી રીતે તેને નષ્ટ કરીએ. હે માદમેન, તારામાં પણ કોઈ અવાજ સંભળાશે નહિ! તરવાર તારી પાછળ પડશે.


પ્રભુ યહોવા કહે છે કે, તે દિવસે તારા મનમાં કેટલીક વાતો ના વિચાર આવશે, ને તું દુષ્ટ યોજના તજીને


તે પરાત્પરની વિરુદ્ધ [મોટી મોટી] વાતો બોલશે, ને પરાત્પરના પવિત્રોને કાયર કરશે. અને તે [ધાર્મિક ઉત્સવોના] દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. તેઓ કાળ તથા કાળો તથા અડધા કાળ સુધી તેના હાથમાં આપવામાં આવશે.


પણ લોકોમાં તે વધારે ફેલાય નહિ, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈ પણ માણસની સાથે વાત કરતા એ નામ લેવું નહિ.”


તેઓ એકસંપ કરીને યહોશુઆની સામે ને ઇઝરાયલી લોકોની સામે યુદ્ધ કરવા ભેગા થયા.


Lean sinn:

Sanasan


Sanasan