Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 82:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તમે ક્યાં સુધી ગેરઈનસાફ કરશો, અને દુષ્ટોનું મોં રાખશો? (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “તમે બધા કયાં સુધી ગેરઇન્સાફ કરશો? ક્યાં સુધી તમે દુષ્ટોની તરફેણ કરશો? (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? સેલાહ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 દેવ કહે છે, “તમે ક્યાં સુધી ખોટો ન્યાય કરવાનું ચાલુ રાખશો? ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 82:2
16 Iomraidhean Croise  

અને એલિયાએ સર્વ લોકની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવા ઈશ્વર હોય; તો તેમને અનુસરો; પણ જો બાલ [દેવ હોય] , તો તેને અનુસરો.”અને લોકો ઉત્તરમાં એક પણ શબ્દ બોલ્યા નહિ.


માટે યહોવાનો ડર રાખીને, સંભાળીને કામ કરજો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને આન્યાય કે આંખની શરમ કે લાંચ લેવી પસંદ નથી.”


હું કોઈ માણસનો પક્ષ કરું, એવી આશા કૃપા કરીને રાખશો નહિ; અને હું કોઈ માણસને ખુશામતના ખિતાબો આપીશ નહિ.


તે સરદારોની શરમ નથી રાખતા, અને ગરીબ કરતાં ધનવાનને વધારે નથી ગણતા, તેઓ સર્વ તેમના હાથનાં કૃત્યો છે.


જે માણસ નમી ગએલી ભીંત કે ખસી ગએલી વાડ જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર ચઢાઈ કરશો?


અને મૂસા તથા હારુને ફારુનની હજૂરમાં જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર યહોવા એમ કહે છે કે, કયાં સુધી તમે મારી આગળ નમી જવાનો ઇનકાર કરશો? મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દો.


દુષ્ટની શેહશરમ રાખવી, તથા ઇનસાફમાં નેક માણસને છેહ દેવો એ યોગ્ય નથી.


પ્રભુ યહોવા કહે છે, “હે ઇઝરાયલના સરદારો, એટલેથી બસ કરો, જોરજુલમ ને લૂંટ બંધ કરો, ન્યાય તથા ઇનસાફ કરો. મારા લોકો ઉપરથી તમારો બલાત્કાર દૂર કરો, એમ પ્રભુ યહોવા કહે છે.


ઇનસાફ કરવામાં અન્યાય ન કરો; ગરીબને જોઈ તેનો પક્ષ ન કર, ને બળિયાનું મોં ન રાખ; પણ પોતાના પડોશીનો અદલ ન્યાય કર.


ત્યારે ઈસુએ તેને કહ્યું, “ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહીશ? તેને મારી પાસે અહીં લાવો.”


પણ જેઓ કેટલેક દરજજે પ્રતિષ્ઠિત ગણાતા હતા (તેઓ ગમે તેવા હતા, તેની મને કંઈ પરવા નથી; ઈશ્વર કોઈ માણસની શરમ રાખતા નથી)-હા, જેઓ પ્રતિષ્ઠિત ગણાતા હતા, તેઓના તરફથી મને કંઈ વધારે પ્રાપ્ત થયું નહિ.


ન્યાય કરતાં તમારે આંખની શરમ રાખવી નહિ. નાના તથા મોટાનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ; કેમ કે ન્યાય કરવો એ તો ઈશ્વરનું [કામ] છે. અને જે મુકદ્દમો તમને અઘરો પડે તે તમારે મારી પાસે લાવવો, એટલે તે હું સાંભળીશ.


Lean sinn:

Sanasan


Sanasan