Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 80:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા; તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તમે ઇજિપ્તમાંથી એક દ્રાક્ષવેલો કાઢી લાવ્યા, અને તમે બીજી પ્રજાઓને હાંકી કાઢીને તેમની ભૂમિમાં તેને રોપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા; તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 80:8
16 Iomraidhean Croise  

હે યહોવા, મારી લાજ જવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતી કરી છે; દુષ્ટો લજવાઓ, અને તેઓ શેઓલમાં છાનામાના પડી રહો.


તમે તમારે હાથે વિદેશીઓને કાઢી મૂકીને ત્યાં તેમને વસાવ્યા હતા; તમે એ લોકો પર દુ:ખ લાવીને તેઓને હાંકી કાઢયા.


તમે તમારા લોકોને કઠણ પ્રસંગો બતાવ્યા છે; તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષારસ પાયો છે.


વળી તેમણે તેઓની સામેથી વિદેશીઓને કાઢી મૂક્યા, અને [જમીન] માપીને ઇઝરાયલનાં કુળોને વારસાના ભાગ પાડી આપ્યા, અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા.


ઘણા ભરવાડોએ મારી દ્રાક્ષાવાડીનો નાશ કર્યો છે, તેઓએ મારો વિભાગ પગ નીચે ખૂંદ્યો છે, તેઓએ મારો રળિયામણો વિભાગ ખેદાનમેદાન કરી નાખ્યો છે.


પણ મેં તને રોપ્યો, તે સમયે તું ઉત્તમ દ્રાક્ષાવેલો હતો, ને તદ્દન શુદ્ધ બીજ હતો; તો તું કેમ બદલાઈને મારી પ્રત્યે દ્રાક્ષાવેલાનો નકામો છોડવો થઈ ગયો છે?


એથી પ્રભુ યહોવા કહે છે કે, જેમ વનનાં વૃક્ષોમાંના દ્રાક્ષાવૃક્ષને બળતણ તરીકે અગ્નિને હવાલે કર્યુ છે, તેમ જ હું યરુશાલેમના રહેવાસીઓને [અગ્નિને] હવાલે કરીશ.


તે તો વધીને નીચા કદનો ફાલેલો દ્રાક્ષાવેલો બન્યો, તેની ડાળીઓ તેની તરફ વળી, ને, તેનાં મૂળ તેની નીચે હતાં. એવી રીતનો તે દ્રાક્ષાવેલો બન્યો, ને તેને કાળીઓ આવી ને કૂંપળો ફૂટી.


તારી મા તારા જેવી રૂપાળી, જળાશયને કિનારે રોપેલા દ્રાક્ષાવૃક્ષ જેવી હતી. પુષ્કળ પાણી મળવાથી તે ખૂબ ફાલીને ડાળીઓથી ભરપૂર થઈ.


વળી પોતાના સમયમાં આપણા પૂર્વજો પણ યહોશુઆ સહિત તે [સાક્ષ્યમંડપ] ને [અન્ય] પ્રજાઓ (જેઓને ઈશ્વરે આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢી) તેઓનું વતન પ્રાપ્ત કરીને અંદર લાવ્યા તે [સાક્ષ્યમંડપ] દાઉદના વખત સુધી રહ્યો.


અને લબાનોનથી તે મિસ્રેફોથ-માઈમ સુધીના પહાડી પ્રદેશના બધા રહેવાસીઓ, એટલે બધા સિદોનીઓ, તેઓને હું ઈઝરાયલી લોકોની આગળથી હાંકી કાઢીશ; પણ જેમ મેં તને આજ્ઞા આપી છે તેમ ઇઝરાયલીઓને તે દેશ તું હિસ્સા પાડીને વહેંચી આપ.


Lean sinn:

Sanasan


Sanasan