Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 80:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તમે અમને અમારા પડોશીઓ પ્રત્યે તકરારનું કારણ બનાવો છો; અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તમે અમને પડોશી દેશો માટે કજિયાનું કારણ બનાવ્યા છે અને અમારા શત્રુઓ અમારી ઠેકડી ઉડાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; અને અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 80:6
11 Iomraidhean Croise  

હું લોકોના ટોળા સાથે જતો, અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના મંદિરમાં દોરી જતો, એ વાતો યાદ કરું છું ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે.


અમે અમારા પડોશીઓને નિંદારૂપ થયા છીએ, જેઓ અમારી આસપાસ છે તેઓની આગળ તિરસ્કારરૂપ તથા મશ્કરીપાત્ર થયા છીએ.


તો હવે હું તને બે હજાર ઘોડા આપું, તેઓ પર સવારી કરનાર માણસો પૂરા પાડવાની મારા ધણી આશૂર રાજાની સાથે તું હોડ માર.


તેં કોની નિંદા તથા કોના વિષે દુર્ભાષણ કર્યાં છે? તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે ને તારી આંખો ઊંચી કરી છે? ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની વિરુદ્ધ જ.


હે મારી મા, મને અફસોસ, કેમ કે તેં મને આખા જગતની સાથે ઝઘડો કરનાર તથા વિવાદ કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે! મેં વ્યાજે ધીર્યું નથી, ને તેઓએ મને વ્યાજે આપ્યું નથી. તોપણ તેઓ સર્વ મને શાપ દે છે.


તેં ઇઝરાયલની હાંસી કરી નહોતી? શું તે ચોરોમાંથી મળી આવ્યો હતો? કેમ કે જ્યારે જ્યારે તું તેને વિષે બોલે છે, ત્યારે ત્યારે તું ડોકું હલાવે છે.


e કારણને લીધે, હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ યહોવાનું વચન સાંભળો:પર્વતો તથા ડુંગરો, નાળાં તથા ખીણો, ઉજ્જડ મેદાનો તથા સૂનાં પડેલા નગરો કે જે આસપાસની બાકી રહેલી પ્રજાઓને ભક્ષ તથા હાંસીરૂપ થઈ પડ્યાં છે, તેઓને પ્રભુ યહોવા એમ કહે છે.


પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુ:ખ દીધું હતું.


અને એમ થયું કે તેઓનાં દિલ ખુશ થયાં હતાં ત્યારે તેઓએ કહ્યું, “સામસૂનને બોલાવો કે તે આપણી આગળ કંઈ તમાશો કરે.” તેઓએ સામસૂનને કેદખાનામાંથી બોલાવી મંગાવ્યો; અને તેણે તેઓની આગળ તમાશો કર્યો. પછી તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઊભો રાખ્યો.


Lean sinn:

Sanasan


Sanasan