Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 79:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જે વિદેશીઓ તમને જાણતા નથી, અને જે રાજ્યની પ્રજાઓ તમારે નામે અરજ કરતી નથી, તેઓ પર તમારો કોપ રેડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 જે વિધર્મી રાષ્ટ્રો તમારો અનાદર કરે છે, અને જે પ્રજાઓ તમારે નામે પ્રાર્થના કરતી નથી, તેમના પર તમારો કોપ વરસાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જે વિદેશીઓ તમને જાણતા નથી અને જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી, તેઓ પર તમારો કોપ રેડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો, જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 79:6
22 Iomraidhean Croise  

શું સર્વ ભૂંડું કરનારાને કંઈ જ્ઞાન નથી? જાણે તેઓ રોટલા ખાતા હોય, તેમ તેઓ મારા લોકને ખાઈ જાય છે, અને યહોવાને વિનંતી કરતા નથી.


જેઓ તેમને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે.


શું ભૂંડું કરનારા કંઈ સમજતાં નથી? તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકને ખાઈ જાય છે, વળી તેઓ ઈશ્વરને વિનંતી કરતા નથી.


તેઓના ઉપર તમારો કોપ વરસાવો, તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો.


માટે તેમણે પોતાનો ઉગ્ર કોપ તથા યુદ્ધનો ખેદ તેમના પર રેડી દીધો; અને એમણે તેને ચોતરફ સળગાવી દીધો, તોપણ તે સમજ્યો નહિ; વળી તેને બાળ્યો, તોપણ તેણે પરવા કરી નહિ.


જે વિદેશીઓ તમને ઓળખતા નથી, તથા જે કુળો તમારું નામ લેતા નથી તેઓના પર તમારો કોપ રેડી દો; કેમ કે તેઓ યાકૂબને ખાઈ ગયા છે, બલકે ખાઈ જઈને તેને છેક પાયમાલ કર્યો છે, અને તેનું રહેવાનું સ્થળ વેરાન કર્યું છે.”


કેમ કે જુઓ, જે નગર મારા નામથી ઓળખાય છે તેને પણ હું પીડા આપવા માંડું છું, તો શું તમે છેક શિક્ષાથી બચી જશો? તમે શિક્ષાથી બચશો નહિ, કેમ કે હું પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર તરવાર બોલાવી મંગાવીશ, એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.”


“માટે, ” યહોવા કહે છે, “હું નાશ કરવાને ઊભો થાઉં તે દિવસ સુધી તમે મારી રાહ જુઓ; કેમ કે પ્રજાઓને એકત્ર કરવાનો મેં નિર્ણય કર્યો છે, જેથી હું રાજ્યોને ભેગાં કરીને મારો સર્વ ક્રોધ, હા, મારો સર્વ સખત કોપ તેમના પર રેડું; કેમ કે આખી પૃથ્વી મારા આવેશના અગ્નિથી ભસ્મ થશે.


તેઓ પિતાને તથા મને ઓળખતા નથી, માટે તેઓ એ કામો કરશે.


હે ન્યાયી પિતા, જગતે તો તમને ઓળખ્યા નથી. પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે.


કેમ કે માર્ગે ચાલતાં ચાલતાં જે [દેવદેવીઓ] ને તમે ભજો છો તેઓને હું જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેના પર ‘અજાણ્યા દેવના માનમાં’ એવો એક લેખ કોતરેલો હતો. માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું.


ઈશ્વરનું જ્ઞાન [મનમાં] રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે જે ઉચિત નથી, એવાં કામ કરવાને માટે ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને [સ્વાધીન] કર્યા.


લખનાર ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થવાને તેડાયેલો પાઉલ તથા ભાઈ સોસ્થનેસ.


તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.


Lean sinn:

Sanasan


Sanasan