Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 79:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હે યહોવા ક્યાં સુધી? શું તમે સદા કોપાયમાન રહેશો? શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 હે પ્રભુ, ક્યાં સુધી તમે અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો આવેશ અગ્નિની જેમ સળગ્યા જ કરશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હે યહોવાહ, ક્યાં સુધી? શું તમે સદાને માટે કોપાયમાન રહેશો? શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો? તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 79:5
21 Iomraidhean Croise  

તે સદા ધમકી આપ્યા કરશે નહિ; વળી તે સર્વકાળ [કોપ] રાખશે નહિ;


હે યહોવા, પાછા આવો, મારા જીવને બચાવો; તમારી કૃપાને લીધે મારું તારણ કરો.


હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારા કોપનો ધુમાડો કેમ ચઢે છે?


હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમારા લોકો [તમારી] પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે?


તમે તેઓને આંસુવાળી રોટલી ખવડાવી છે, અને તેઓને પુષ્કળ આંસુઓ પાયાં છે.


શું તમે અમારા પર સદા કોપાયમાન રહેશો? શું તમે પેઢી દરપેઢી તમારો કોપ લંબાવશો?


હે પ્રભુ, તે ક્યાં સુધી? શું તમે સદાકાળ સંતાઈ રહેશો? તમારો કોપ [ક્યાં સુધી] અગ્નિની જેમ બળ્યા કરશે?


મારું આયુષ્ય કેટલું ટૂંકું છે, તે સંભારો; તમે માણસજાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે!


હે યહોવા, તમે અતિશય કોપાયમાન ન થાઓ, ને સર્વકાળ અમારા [અધર્મ] નું સ્મરણ ન કરો; જુઓ, નજર કરીને જુઓ, અમે તમને વીનવીએ છીએ, અમે સર્વ તમારા લોકો છીએ.


પણ તમે અમને છેક તજી દીધા છે; તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો.


માટે પ્રભુ યહોવા કહે છે કે, બાકી રહેલી પ્રજાઓ તથા આખું અદોમ, જેઓએ દ્વેષબુદ્ધિથી મારા દેશને લૂંટી લેવા માટે તેને પોતાના હ્રદયના પૂરા હર્ષથી પોતાને માટે વતન તરીકે ઠરાવ્યો છે, તેઓની વિરુદ્ધ નક્કી હું ઈર્ષાના આવેશથી બોલ્યો છું.


તમારા જેવો ઈશ્વર કોણ છે? કેમ કે તમે તો પાપ માફ કરો છો, ને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો. તે પોતાનો ક્રોધ હમેશાં રાખતા નથી, કેમ કે તે દયા કરવામાં આનંદ માને છે.


યહોવાના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ, પણ યહોવાના [ક્રોધના] આવેશના અગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે. કેમ કે તે પૃથ્વીના સર્વ રહેવાસીઓનો અંત, હા, ભયંકર અંત લાવશે.”


“માટે, ” યહોવા કહે છે, “હું નાશ કરવાને ઊભો થાઉં તે દિવસ સુધી તમે મારી રાહ જુઓ; કેમ કે પ્રજાઓને એકત્ર કરવાનો મેં નિર્ણય કર્યો છે, જેથી હું રાજ્યોને ભેગાં કરીને મારો સર્વ ક્રોધ, હા, મારો સર્વ સખત કોપ તેમના પર રેડું; કેમ કે આખી પૃથ્વી મારા આવેશના અગ્નિથી ભસ્મ થશે.


ત્યારે યહોવાના દૂતે ઉત્તર આપ્યો, “હે સૈન્યોના [ઇશ્વર] યહોવા, યરુશાલેમનાં તથા યહૂદિયાનાં નગરો કે, જેઓના ઉપર આ સિત્તેર વરસથી તમે કોપાયમાન રહ્યા છો, તેઓના પર તમે ક્યાં સુધી દયા નહિ કરો?”


યહોવા તેને માફ નહિ કરે, પણ યહોવાનો કોપ તથા તેમનો જુસ્‍સો તે માણસ પર તપી ઊઠશે, અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે, ને યહોવા તેનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખશે.


તેઓએ અન્ય [દેવો] થી તેમને રોષિત કર્યા, અમંગળ કર્મોથી તેઓએ યહોવાને રોષ ચઢાવ્યો.


કેમ કે મારો કોપ ભડકે બળે છે, અને શેઓલના તળિયા સુધી તે બળે છે, અને પૃથ્વીને તેની પેદાશસહિત ખાઈ નાખે છે, અને પર્વતોના પાયાને સળગાવી દે છે.


તેઓએ મોટે સ્વરે પોકારીને કહ્યું, “હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પરનાં રહેનારાંઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો?”


Lean sinn:

Sanasan


Sanasan