તો પણ ઇઝરાયલના ઈશ્વર યહોવાએ મારા પિતાના આખા કુટુંબમાંથી મને ઇઝરાયલ પર સર્વકાળ રાજા થવા માટે પસંદ કર્યો છે; કેમ કે અધિકારી થવા માટે તેણે યહૂદાને પસંદ કર્યો છે. અને યહૂદાના કૂળમાંથી મારા પિતાના કુટુંબને [પસંદ કર્યું છે] અને મારા પિતાના પુત્રોમાંથી મારા પર પ્રસન્ન થઈને સર્વ ઇઝરાયલ પર મને રાજા કર્યો છે.