Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 78:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલ્યા; તેઓએ કહ્યું, “શું અરણ્યમાં ઈશ્વર ભોજન તૈયાર કરી શકે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તેમણે ઈશ્વરનો અનાદર કરતાં કહ્યું; “શું ઈશ્વર રણપ્રદેશમાં ભોજનની વ્યવસ્થા કરી શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલ્યા; તેઓએ કહ્યું, “શું અરણ્યમાં ઈશ્વર મેજ તૈયાર કરી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તેઓ દેવની વિરુદ્ધ બોલ્યા અને કહ્યું, “શું રણમાં તે ભોજન મોકલી શકે?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 78:19
12 Iomraidhean Croise  

ત્યારે જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો તેણે ઈશ્વરભક્તને ઉત્તર આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તોપણ એ વાત બની શકે શું?” અને એલિશાએ કહ્યું, “જો, તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”


જગતના લોકના દેવો જેઓ માણસના હાથથી બનેલા છે તેઓમાંનો એક યરુશાલેમનો ઈશ્વર પણ છે એમ તેઓ બોલ્યા.


કેમ કે તે પોતાના પાપમાં દંગાનો ઉમેરો કરે છે, તે આપણા દેખતાં તાળીઓ પાડે છે, અને ઈશ્વરની વિરુદ્ધ લાંબી લાંબી વાતો કરે છે.”


મારા શત્રુઓના દેખતાં તમે મારે માટે ભાણું તૈયાર કરો છો; તમે મારા માથા પર તેલ ચોળ્યું છે; મારો પ્યાલો ઊભરાઈ જાય છે.


અને ઇઝરાયલીઓએ તેઓને કહ્યું, “જ્યારે અમે માંસની હાંલ્‍લીઓ પાસે બેસતા હતા, ને ઘરાતાં સુધી રોટલી ખાતા હતા, ત્યારે મિસર દેશમાં અમે યહોવાને હાથે મર્યા હોત તો કેવું સારું! કેમ કે અમને બધાને ભૂખે મારવા તમે અરણ્યમાં લાવ્યા છો.”


એ સર્વ લોકોને આપવાને હું માંસ ક્યાંથી લાવું? કેમ કે તેઓ મારી આગળ રડી રડીને કહે છે, ‘અમને માંસ આપ કે અમે ખાઈએ.’


અને તેઓની સાથેનો મિશ્ચિત લોકનો જથો અયોગ્ય વાસના કરવા લાગ્યો. અને ઇઝરાયલીઓએ પણ ફરીથી રડીને કહ્યું, “અમને ખાવાને માંસ કોણ આપશે?


અને ત્યાં લોકોએ મુસાની સાથે તકરાર કરીને એમ કહ્યું કે, જ્યારે અમારા ભાઈઓ યહોવાની આગળ મરી ગયા, ત્યારે જો અમે મરી ગયા હોત તો કેવું સારું!


અને લોકો ઈશ્વરની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા, “તમે અમને અરણ્યમાં મરી જવાને માટે મિસરમાંથી કેમ કાઢી લાવ્યા છે? કેમ કે અન્‍ન નથી, ને પાણી પણ નથી. અને અમારા જીવ આ હલકા અન્‍નથી કંટાળે છે.”


પણ અરે માણસ, તું વળી કોણ છે કે ઈશ્વરને સવાલ પૂછે? જે ઘડેલું છે, તે શું પોતાના ઘડનારને પૂછશે, “તમે મને એવું કેમ બનાવ્યું?”


તેણે ઈશ્વરની નિંદા કરવા માટે પોતાનું મોં ઉઘાડયું કે, તે તેના નામની, તેના મંડપની તથા આકાશમાં રહેનારાઓની નિંદા કરે.


Lean sinn:

Sanasan


Sanasan