Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 74:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારા કોપનો ધુમાડો કેમ ચઢે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચરાણનાં ઘેટાં વિરુદ્ધ તમારો ક્રોધાગ્નિ કેમ ભભૂકી ઊઠયો છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારો કોપનો ધુમાડો કેમ ચઢે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે? તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 74:1
30 Iomraidhean Croise  

મારા વારસાના બચી રહેલા ભાગને હું તજી દઈને તમને તેમના શત્રુઓના હાથમાં સોંપીશ. તેઓ તેઓના સર્વ શત્રુઓનો ભક્ષ તથા લૂટ થઈ પડશે.


હે યહોવા, તમે કેમ આઘા રહો છો? સંકટના સમયમાં તમે કેમ સંતાઈ જાઓ છો?


યહોવા તે જ ઈશ્વર છે, એમ તમે માનો; તેમણે આપણને ઉત્પન્‍ન કર્યાં છે, અને આપણે તેમનાં જ છીએ; આપણે તેમના લોકો તથા તેમના ચારાનાં મેંઢાં છીએ.


તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળ્યો, અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો; તેથી કોલસા સળગી ઊઠયા


હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ; કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે, તેમનું હું હજી સ્તવન કરીશ.


ઈશ્વર મારા ખડક છે, તેમને હું કહીશ, “તમે મને કેમ વીસરી ગયા છો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?”


પણ હવે તમે અમને દૂર કર્યા છે, તથા ફજેત કર્યા છે; અને અમારાં સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.


ઈશ્વર, હા, ઈશ્વર યહોવા બોલ્યા છે, તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.


હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે, તથા પાયમાલ કરી નાખ્યા છે: તમે કોપાયમાન થયા છો; અસલ સ્થિતિમાં અમને પાછા સ્થાપો.


હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? તમે અમારાં સૈન્યોની સાથે નીકળતા નથી.


“શું પ્રભુ [આપણને] સર્વકાળ તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?


શું તેમની કૃપા સદાને માટે છેક જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?


હે મારા લોકો, મારો નિયમ સાંભળો; મારા મુખના શબ્દો પર તમારા કાન ધરો.


પછી અમે તમારા લોક તથા તમારા ચારાનાં ઘેટાં નિરંતર તમારી આભારસ્તુતિ કરીશું; પેઢી દરપેઢી અમે તમારું સ્તવન કરીશું.


હે યહોવા ક્યાં સુધી? શું તમે સદા કોપાયમાન રહેશો? શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે?


તમે તેઓને આંસુવાળી રોટલી ખવડાવી છે, અને તેઓને પુષ્કળ આંસુઓ પાયાં છે.


શું તમે અમને ફરીથી સજીવન નહિ કરો કે, તમારામાં તમારા લોકો હર્ષ પામે?


કેમ કે તે આપણા ઈશ્વર છે, આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. જો આજે તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!


અને મૂસાએ પોતાના ઈશ્વર યહોવાની વિનંતી કરીને કહ્યું, “હે યહોવા, તમારા જે લોકોને તમે મોટા પરાક્રમ વડે તથા બળવાન હાથે મિસર દેશમાંથી કાઢી લાવ્યા છો, તેઓની વિરુદ્ધ તમારો કોપ કેમ તપી ઊઠે છે?


હે યહોવા, હવે તમે અમારા પિતા છો; અમે માટી, ને તમે અમારા કુંભાર; અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.


“જે પાળકો મારા બીડનાં ઘેટાંનો નાશ કરે છે, તથા તેઓને વિખેરી નાખે છે, તેઓને હાય હાય! એવું યહોવા કહે છે,


વળી યહોવા કહે છે, “જો ઉપરના આકાશને માપી શકાય, તથા નીચેના પૃથ્વીના પાયાની શોધ કરી શકાય, તો જ જે જે ઇઝરાયલનાં સંતાનોએ કર્યું છે તે સર્વને માટે હું પણ તે [સંતાનો] નો ત્યાગ કરીશ, ” એવું યહોવા કહે છે.


પણ તમે અમને છેક તજી દીધા છે; તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો.


તમે મારાં ઘેટાં, મારા ચારાનાં મેંઢાં, તમે મનુષ્યો છો, ને હું તમારો ઈશ્વર છું, એમ પ્રભુ યહોવા કહે છે.”


પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે નક્કી મારાં ઘેટાં શિકાર થઈ પડ્યા છે, ને મારાં ઘેટાં સર્વ જંગલી જનાવરોનું ભક્ષ થઈ પડ્યાં છે, કેમ કે કોઈ પાળક નહોતો, તેમ જ મારા પાળકોએ મારાં ઘેટાંની શોધ કરી નહિ. પણ તેઓએ મારાં ઘેટાંનું પોષણ ન કરતાં પોતાનું પોષણ કર્યું.


ઓ નાની ટોળી, ગભરાશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.


યહોવા તેને માફ નહિ કરે, પણ યહોવાનો કોપ તથા તેમનો જુસ્‍સો તે માણસ પર તપી ઊઠશે, અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે, ને યહોવા તેનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખશે.


Lean sinn:

Sanasan


Sanasan