Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 73:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 માટે તેઓનો ગર્વ તો ગળાની કંઠી જેવો છે; વસ્ત્રની જેમ જુલમ તેઓને ઢાંકી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેથી અહંકાર દુષ્ટોના ગળાનો હાર છે અને જુલમ તેમનો પોશાક છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે વસ્ત્રની જેમ જુલમ તેઓને ઢાંકી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે હીરાની જેમ ચમકે છે; તેઓએ હિંસા રૂપી વસ્ર ધારણ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 73:6
25 Iomraidhean Croise  

અને ફારુને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યૂસફના હાથમાં પહેરાવી, ને તેને મલમલનાં વસ્‍ત્ર પહેરાવ્યાં, ને તેના ગળામાં સોનાનો હાર પહેરાવ્યો.


તે પછી અહાશ્વેરોશ રાજાએ અગાગના વંશજ હામ્માદાથાના પુત્ર હામાને ઊંચી પદવીએ ચઢાવ્યો. રાજાએ હામાનની બેઠક તેની સાથેના સર્વ સરદારોથી ચઢતી રાખી.


તેણે વસ્‍ત્રની જેમ પોતાને અંગે શાપ ધારણ કર્યો હતો. તે પાણીની માફક તેના અંત:કરણમાં, અને તેલની જેમ તેનાં હાડકાંમાં પેસતો હતો.


મારા શત્રુઓ વસ્‍ત્રની જેમ લાજથી છવાઈ જાઓ, અને ડગલાની જેમ તેઓ પોતાની શરમથી ઢંકાઈ જાઓ.


કેમ કે તે તારે માથે શોભાયમાન મુગટરૂપ, તથા તારા ગળાના હારરૂપ થશે.


તું જુલમી માણસની અદેખાઈ ન કર, અને તેનો એક માર્ગ પસંદ ન કર.


કેમ કે તેઓ દુષ્ટતાને અન્‍ન તરીકે ખાય છે, અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે.


દુષ્ટ કામની વિરુદ્ધ દંડની આજ્ઞા ત્વરાથી અમલમાં મુકાતી નથી તે માટે મનુષ્યોનું અંત:કરણ ભૂંડું કરવામાં સંપૂર્ણ ચોંટેલું છે.


હે મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, તેં મારું મન મોહિત કર્યું છે; તારા એક જ નયનબાણથી, તારા એક કંઠમણિથી જ તેં મારું મન મોહિ લીધું છે.


ઝૂમખા, બંગડીઓ, ઘૂમટા;


મોઆબ પોતાની તરુણાવસ્થાથી સ્વસ્થ રહ્યો છે, તેનામાં રગડો ઠરી ગયો છે, તેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી, તે બંદીવાસમાં ગયો નથી, તેથી તેનો સ્વાદ જેવો ને તેવો રહ્યો છે, ને તેની વાસ બદલાઈ નથી.


અમે મોઆબના ગર્વ વિષે સાંભળ્યું છે, તે અતિ ગર્વિષ્ઠ છે. તેનું અભિમાન, ગર્વ, અહંકાર તથા તેના મનની મગરૂરી વિષે અમે સાંભળ્યું છે.


વળી મેં તને આભૂષણોથી શણગારી, તારે હાથે બંગડીઓ ને ગળે હાર પહેરાવ્યાં.


[ત્યારે] તે બોલ્યો, “આ મહાન બાબિલ જે મેં રાજ્યગૃહ થવા માટે બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા માહાત્મ્યનો પ્રતાપ [વધારવા] માટે નથી?”


જે પ્રબોધકો મારા લોકોને ખોટા માર્ગે ચઢાવે છે, જેઓને ખાવાનું મળે છે ત્યારે ‘શાંતિ થશે’ એમ કહે છે; અને જેઓ તેમને ખવડાવતા નથી તેમની વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરે છે, તેઓ વિષે યહોવા કહે છે,


પણ યશુરૂને પુષ્ટ થઈને લાત મારી; તું હ્રષ્ટપુષ્ટ થયો છે, તું જાડો થયો છે, તું સુવાળો થયો છે. ત્યારે જેમણે તેને બનાવ્યો તે યહોવાનો તેણે ત્યાગ કર્યો, અને પોતાના તારણના ખડકનો તિરસ્કાર કર્યો.


એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. અને તમે બધા એકબીજાની સેવા કરવાને માટે નમ્રતા પહેરી લો. કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


તેણે સોનાનાં જે કુંડળો માગી લીધાં, તેનું વજન એક હજાર ને સાતસો [શેકેલ] હતું. એ ઉપરાંત કલગીઓ, લોલકો તથા મિદ્યાનના રાજાઓનાં અંગ પરના જાંબુડિયાં વસ્‍ત્ર, ને તે ઉપરાંત તેઓનાં ઊંટોનાં ગળાંમાંની સાંકળીઓ પણ હતી.


Lean sinn:

Sanasan


Sanasan