Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 73:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તમે તમારા બોધથી મને માર્ગ બતાવશો, અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 તમારા બોધ દ્વારા તમે મને દોરશો; અને આખરે તમારા મહિમામાં મારો અંગીકાર કરશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તમારા બોધથી મને દોરવણી આપશો અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તમારા બોધથી અને સલાહથી જીવનપર્યત તમે દોરવણી આપશો; અને પછી તમે તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 73:24
25 Iomraidhean Croise  

યહોવાએ મને બોધ આપ્યો છે, તેમને હું સ્તુત્ય માનીશ. મારું અંત:કરણ મને રાતને વખતે બોધ આપે છે.


નમ્રને તે ન્યાયમાં દોરશે; અને તેને તે પોતાને માર્ગે ચલાવશે.


કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.


કેમ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણા દોરનાર થશે.


પણ ઈશ્વર મારા આત્માને શેઓલના કબજામાંથી છોડાવી લેશે; કેમ કે તે મારો અંગીકાર કરશે. (સેલાહ)


કેમ કે યહોવા ઈશ્વર સૂર્ય તથા ઢાલ છે; યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહિ.


હું નેકીના માર્ગમાં, ન્યાયના રસ્તાઓની વચ્ચે ચાલું છું; કે


જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પાછળથી એવી વાત આવતી સાંભળશે, “માર્ગ આ છે, તે પર તમે ચાલો.”


તારો ઉદ્ધાર કરનાર યહોવા, ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] એવું કહે છે, “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.


યહોવા તને નિત્ય દોરશે, ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે, ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવો, ને ઝરાના અખૂટ પાણીના જેવો થઈશ.


ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે, ને તારું આરોગ્ય જલદી થશે. તારું ન્યાયીપણું તારી આગળ ચાલશે, અને યહોવાનું ગૌરવ તારો પીઠરક્ષક થશે.


ગમે તો બે દિવસે, કે એક માસ, કે એક વર્ષ પર્યત મેઘ મંડપ પર થોભી રહેતો, તોપણ ઇઝરાયલી લોકો છાવણીમાં રહેતા, ને આગળ ચાલતા નહિ; પણ જ્યારે તે ઊપડતો, ત્યારે તેઓ ચાલતા.


માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક‌ છે?”


ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું, “ઓ પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું;” એમ કહીને તેમણે પ્રાણ છોડ્યો.


અને હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, અને પાછો આવીને તમને મારી પાસે લઈ જઈશ. જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ [રહો].


તોપણ જે સત્યનો આત્મા, તે જ્યારે આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી બોલશે નહિ, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે; અને જે જે થનાર છે તે તમને કહી બતાવશે.


હે પિતા, હું એમ ચાહું છું કે, જયાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે કે, મારો જે મહિમા તમે મને આપ્યો છે તે તેઓ જુએ; કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તમે મારા પર પ્રેમ રાખ્યો હતો.


અને હવે, હે પિતા, જગત ઉત્પન્‍ન થયા અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.


તેઓ સ્તેફનને પથરા મારતા હતા ત્યારે તેણે [પ્રભુની] પ્રાર્થના કરીને કહ્યું, “ઓ પ્રભુ, ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો.”


કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય, તો આકાશમાં ઈશ્વરે રચેલું, હાથે બાંધેલું નહિ, એવું અમારું સનાતન ઘર છે.


અને તેઓને તેઓના ભાઈઓની મધ્યે વારસો ન મળે; તેઓનો વારસો તો યહોવા છે, જેમ તેમણે તેનોને કહ્યું છે તેમ.


તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે, એટલે તેને તે આપવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan