Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 71:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 વૃદ્ધાવસ્થાને સમયે મને તજી ન દો; મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દેશો, મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કરશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દો; જ્યારે મારી શક્તિ ખૂટે, ત્યારે મારો ત્યાગ ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 વૃદ્ધાવસ્થા કાળે, મારી શકિત ખૂટે ત્યારે મને તરછોડી મારો ત્યાગ ન કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 71:9
10 Iomraidhean Croise  

આજે હું એંશી વર્ષનો છું; શું હું સારાનરસાનો ભેદ સમજી શકું છું? હું જે ખાઉં છું કે જે પીઉં છું તેનો સ્વાદ શું તમારા સેવકને લાગે છે? ગાનાર પુરુષોનો કે ગાનાર સ્‍ત્રીઓનો સાદ શું હું હવે સંભાળી શકું છું? તો શા માટે તમારા સેવકે મારા મુરબ્બી રાજાને હજી બોજારૂપ થવું જોઈએ?


હે ઈશ્વર, હું ઘરડો અને પળિયાંવાળો થાઉં ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ! હું આવતી પેઢીને તમારું બળ જણાવું, અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો.


મારું શરીર તથા હ્રદય ક્ષય પામે છે; તોપણ સર્વકાળ ઈશ્વર મારા હ્રદયનો ગઢ તથા મારો વારસો છે.


અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુ:ખમાત્ર છે; કેમ કે તે વહેલી થઈ રહે છે, અને અમે ઊડી જઈએ છીએ.


તમારા ઘડપણ સુધી હું તે જ છું, પળિયાં આવતાં સુધી હું [તમને] ઉપાડી લઈશ; મેં ઉત્પન્ન કર્યું છે ને હું [તમને] ઊંચકી રાખીશ; હા, હું [તમને] ઉપાડી લઈશ, ને [તમને] બચાવીશ.


એ કારણથી હું એ દુ:ખો સહન કરું છું. તોપણ હું શરમાતો નથી, કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.


પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી મારો બચાવ કરશે, અને પોતાના સ્વર્ગીય રાજ્યને માટે મને સહીસલામત રાખશે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન.


Lean sinn:

Sanasan


Sanasan