Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 71:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 હું પ્રભુ યહોવાનાં પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ. હું તમારા, કેવળ તમારા જ ન્યાયીપણાનું વર્ણન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 હે પ્રભુ, હું તમારાં પરાક્રમી કામોનું વર્ણન કરતાં તમારા ઘરમાં આવીશ; હે પરમેશ્વર, હું માત્ર તમારી ભલાઈનાં કાર્યો જ વર્ણવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 હું પ્રભુ યહોવાહના પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ; હું તમારા, કેવળ તમારા જ ન્યાયીપણાનું વર્ણન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 હે પ્રભુ યહોવા, સર્વસમર્થ! હું આવીશ, અને તમારાં અદભૂત કાર્યોને પ્રગટ કરીશ! તમારા ન્યાયીપણા વિષે લોકોને જણાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 71:16
23 Iomraidhean Croise  

યહોવાનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?


યહોવા પોતાના લોકને સામર્થ્ય આપશે; યહોવા પોતાના લોકને શાંતિનો આશીર્વાદ આપશે.


હે ઈશ્વર, મારા તારણના ઈશ્વર, ખૂનના દોષથી મને મુક્ત કરો; એટલે મારી જીભ તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાશે.


મારું મોં આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે [તથા] તમારા તારણ વિષે વાતો પ્રગટ કરશે; કેમ કે હું [તેઓની] સંખ્યા જાણતો નથી.


હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે, તમારા સરખો બીજો કોણ છે?


તમારા ન્યાયીપણાથી મને છોડાવો અને મારો બચાવ કરો; મારી તરફ વળીને કાન ધરો, અને મારું તારણ કરો.


મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે વાતો કરશે; કેમ કે મારું ભૂંડું શોધનારાઓ ફજેત થયા છે, અને ગભરાઈ ગયા છે.


હે યહોવા અમારા ઈશ્વર, તમારા સિવાય બીજા ધણીઓએ અમારા પર અધિકાર ચલાવ્યો; [પરંતુ] ફકત તમારી સહાયથી અમે તમારા નામનું સ્મરણ કરીશું.


પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરૂડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે; ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.”


યહોવાની રહેમ, અને તેમણે જે સર્વ આપણને બક્ષ્યું છે તેમની દયા પ્રમાણે ને તમની પુષ્કળ રહેમ પ્રમાણે તેમણે ઇઝરાયલનાં સંતાનોનું જે મહાન કલ્યાણ કર્યું છે, તે [બધાં] યહોવાનાં સ્તુતિપાત્ર કાર્યો હું કહી સંભળાવીશ.


હું તેઓને યહોવામાં બળવાન કરીશ; અને તેઓ તેના નામમાં હરશે ફરશે, ” એમ યહોવા કહે છે.


પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.


કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે [ન્યાયીપણું] વિશ્વાસથી છે, અને વિશ્વાસને અર્થે છે. જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’


કેમ કે ઈશ્વરના ન્યાયીપણાના વિષે આજ્ઞાન હોવાથી અને પોતાના [ન્યાયીપણા] ને સ્થાપન કરવાને યત્ન કરીને, તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.


પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જેનો આધાર નિયમશાસ્‍ત્ર પર રહેલો નથી, અને જેની સાક્ષી નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધકો આપે છે.


તે પિતાની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું કે, તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે.


છેવટે, [હું કહું છું] , પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ.


તારી ભૂંગળો પિત્તળ તથા લોઢાની થશે; અને જેવા તારા દિવસો તેવું તારું બળ થશે.


અને તેમની સાથે એકરૂપ થાઉં, અને નિયમ [શાસ્‍ત્રના પાલન] થી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી મળે છે, તે મારું થાય.


જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.


કેમ કે એ ગેરવાજબી ન કહેવાય કે જેઓ તમને દુ:ખ આપે છે તેઓને ઈશ્વર દુ:ખનો બદલો આપે,


માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા.


Lean sinn:

Sanasan


Sanasan