Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 7:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 લોકોની સભા તમારી આસપાસ ભેગી થાય. તમારા રાજ્યાસન ઉપર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 વિશ્વની બધી પ્રજાઓને તમારી પાસે એકત્ર કરો, અને તેમની મધ્યે તમે ઊંચા ન્યાયાસને બિરાજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 દેશોની પ્રજા તમારી આસપાસ એકત્ર થાય; તમારા રાજ્યાસન પર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હે યહોવા, સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો. તમારા રાજ્યાસન પર ઉચ્ચસ્થાને પુન: બિરાજો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 7:7
13 Iomraidhean Croise  

જો કે યહોવા મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે; પણ ગર્વિષ્ઠોને તો તે વેગળેથી ઓળખે છે.


મારો ન્યાય કરવા માટે જાગ્રત થાઓ, હે મારા ઈશ્વર તથા મારા માલિક, મારી દાદ સાંભળવા માટે જાગો.


હે ઈશ્વર, મારો ન્યાય કરો, તથા અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; કપટી તથા અન્યાયી માણસથી મને છોડાવો.


તમારાં ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામો, અને યહૂદિયાની દીકરીઓ હરખાઓ.


ઓ સૈન્યોના [સરદાર] યહોવા પરમેશ્વર, ઇઝરાયલના ઈશ્વર, તમે સર્વ વિદેશીઓને જોઈ લેવાને જાગજો; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. (સેલાહ)


ઘણાં પાણીઓના ખળભળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવા પરમ ઊંચામાં પરાક્રમી છે.


કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતનકાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: “હું ઉચ્ચસ્થાને તથા પવિત્રસ્થાને રહું છું, વળી જે અંત:કરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હ્રદયને ઉત્તેજિત કરું.


ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો; કેમ કે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે.”


કારણ કે તેમના ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે. કેમ કે જે મોટી વેશ્યાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરિ, તેનો તેમણે ન્યાય કર્યો છે, અને પોતાના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે.”


Lean sinn:

Sanasan


Sanasan