Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 7:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 હું યહોવાના ન્યાયીપણાને લીધે તેમનો આભાર માનીશ; અને પરાત્પર યહોવાના નામનું સ્તોત્ર ગાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 પ્રભુના ન્યાયને લીધે હું તેમની સ્તુતિ કરું છું; હું ‘યાહવે - એલ્યોન’ એટલે, સર્વોચ્ચ પ્રભુનો જયજયકાર ગાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હું યહોવાહના ન્યાયપણાને લીધે તેમનો આભાર માનીશ; હું પરાત્પર યહોવાહના નામનું સ્તોત્ર ગાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ. કારણ, તે ન્યાયી છે. હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 7:17
19 Iomraidhean Croise  

તેનો દોષ યોઆબને શિર તથા તેના પિતાના આખા કુટુંબને શિર હો. અને સ્‍ત્રાવવાળો, કે કોઢિયો, કે લાકડીએ ટેકનાર, કે તરવારથી પડનાર, કે રોટલીની અછતવાળો, યોઆબના કુટુંબમાંથી કદી ખૂટો નહિ.”


અને તેણે વહેવડાવેલું રકત યહોવા તેના પોતાના માથા પર પાછું વાળશે; કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ, તેણે પોતા કરતાં ન્યાયી ને સારા એવા બે માણસ પર, એટલે નેરના દીકરા તથા ઇઝરાયલના સેનાધિપતિ આબ્નેર પર, અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર, તૂટી પડીને તેઓને તરવારથી કતલ કર્યા હતા.


પણ જ્યારે તે વાતની ખબર રાજાને પડી, ત્યારે તેણે પત્રો દ્વારા આજ્ઞા કરી કે, તેણે જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરુદ્ધ યોજી હતી તેને ઉથલાવીને તે યોજનાનો તે પોતે ભોગ થઈ પડે તેમ કરવું, અને તેને તથા તેના પુત્રોને ફાંસી આપવી.


તેમનું કામ તેજસ્વી તથા શોભાયમાન છે; અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે.


તેઓના ઉપર ધગધગતા અંગારા વરસો; તેઓ અગ્નિમાં પડો; એવા ખાડાઓમાં પડો કે તેઓ પાછા ઊઠે જ નહિ.


તેઓ તમારા પુષ્કળ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે, અને તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે.


મારી જીભ તમારું ન્યાયીપણું પ્રગટ કરશે, અને આખો દિવસ તમારાં સ્તોત્ર ગાશે.


હે ઈશ્વર, મારા તારણના ઈશ્વર, ખૂનના દોષથી મને મુક્ત કરો; એટલે મારી જીભ તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાશે.


હું તમારામાં આનંદ તથા ઉલ્લાસ કરીશ; હે પરાત્પર, હું તમારા નામનું સ્તોત્ર ગાઈશ.


યહોવાની આભારસ્તુતિ કરવી, ને, હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.


પણ, હે યહોવા, તમે સર્વકાળ પરમ ઊંચામાં છો.


યહોવાએ પોતાનું તારણ જણાવ્યું; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દષ્ટિમાં પ્રગટ કર્યું છે.


એ દંડાજ્ઞા જાગૃત રહેનારાના હુકમથી, ને એ આજ્ઞા પવિત્ર [દૂતો] ના વચનથી છે. એથી જીવતા [માણસો] જાણે કે પરાત્પર [ઈશ્વર] માણસોનો રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે, ને પોતાની મરજી હોય તેને તે આપે છે, ને કનિષ્ઠ માણસોને તેના ઉપર અધિકારી ઠરાવે છે.


એટલે કે આપને માણસોમાંથી હાંકી કાઢવામાં આવશે, ને આપનો વાસ વનચર પશુઓ સાથે થશે, ને બળદની જેમ આપને ઘાસ ખવડાવવાંમાં આવશે, ને આપ આકાશના ઝાકળથ પલળશો, ને આપને માથે સાત કાળ વીતશે; અને આપ જાણશો કે પરાત્પર ઈશ્વર માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે, ને જેને ચાહે તેને તે આપે છે, ત્યાં સુધી [એ પ્રમાણે આપને માથે વીતશે.]


તે મુદતને અંતે મેં નબૂખાદનેસ્સારે મારી આંખો આકાશ તરફ ઊંચી કરી, એટલે મારી સમજશક્તિ મારામાં પાછી આવી, ને મેં સર્વોચ્ચ ઈશ્વરને ધન્યવાદ આપ્યો, અને જે સર્વકાળ જીવે છે તેમની મેં સ્તુતિ કરી ને તેમને માન આપ્યું, કેમ કે તેમનો અધિકાર સદાકાળનો અધિકાર, ને તેમનું રાજ્ય પેઢી દરપેઢીનું છે.


તોપણ હાથે બાંધેલાં મંદિરોમાં પરાત્પર [ઈશ્વર] રહેતા નથી; જેમ પ્રબોધક કહે છે તેમ,


જેથી યરુબાલના સિત્તેર દીકર પર જે જુલમ ગુજારવામાં આવ્યો હતો તેનો બદલો લેવાય, ને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઈ અબીમેલેખ પર મુકાય, કેમ કે તેણે તેઓને મારી નાખ્યા હતા, ને શખેમના માણસો પર પણ [દોષ મુકાય] , કેમ કે તેઓએ તેના ભાઈઓના ખૂનમાં તેને સહાય કરી હતી.


શખેમના લોકની સર્વ દુષ્ટતાનો બદલો ઈશ્વરે તેમને આપ્યો. અને યરુબાલના દીકરા યોથામનો શાપ તેઓને લાગ્યો.


Lean sinn:

Sanasan


Sanasan