Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 7:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે, અને તેનો બલાત્કાર તેના પોતાના માથા પર પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તેમની હિંસા તેમના જ મસ્તક પર પાછી આવશે; તેમનો જુલમ તેમના જ તાલકા પર આવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે, કેમ કે તેનો બળાત્કાર તેના પોતાના માથા પર પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે; તે પોતાની ઉગ્રતાથી પોતેજ ત્રાસ સહન કરશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 7:16
21 Iomraidhean Croise  

અને તેણે વહેવડાવેલું રકત યહોવા તેના પોતાના માથા પર પાછું વાળશે; કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ, તેણે પોતા કરતાં ન્યાયી ને સારા એવા બે માણસ પર, એટલે નેરના દીકરા તથા ઇઝરાયલના સેનાધિપતિ આબ્નેર પર, અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર, તૂટી પડીને તેઓને તરવારથી કતલ કર્યા હતા.


અને તેને તું આમ કહે જે કે યહોવા કહે છે કે, તેં ખૂન કરીને કબજો પણ લીધો છે?’ વળી તું તેને કહે જે કે, યહોવા એમ કહે છે કે, જ્યાં કૂતરાંએ નાબોથનું રક્ત ચાટ્યું, તે જ જગામાં કૂતરાં તારું, હા, તારું રક્ત ચાટશે.’”


એમ જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરી હતી, તેના પર તેઓએ હામાનને જ ફાંસી આપી. ત્યાર પછી રાજાનો ક્રોધ શમી ગયો.


પણ જ્યારે તે વાતની ખબર રાજાને પડી, ત્યારે તેણે પત્રો દ્વારા આજ્ઞા કરી કે, તેણે જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરુદ્ધ યોજી હતી તેને ઉથલાવીને તે યોજનાનો તે પોતે ભોગ થઈ પડે તેમ કરવું, અને તેને તથા તેના પુત્રોને ફાંસી આપવી.


મારા અનુભવ પ્રમાણે, જેઓ અન્યાય ખેડે છે તથા નુકસાન વાવે છે, તેઓ તેવું જ લણે છે.


દુષ્ટો પોતાની જાળોમાંથી સપડાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.


તેના પર ઓચિંતો સંહાર આવી પડો; અને તેના સંતાડેલા ફાંદામાં તે પોતે સપડાઈ જાઓ; તેમાં પડીને તેનો સંહાર થાઓ.


અન્યાય કરનારાઓ આ પડી ગયા! તેઓ જમીનદોસ્ત થયા છે, તેઓ પાછા ઊઠી‍ શકશે નહિ.


તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને પ્રપંચ યોજે છે; ખરાબ માર્ગમાં તે ઊભો રહે છે. તે ભૂંડાઈથી કંટાળતો નથી.


હે ઈશ્વર, મારું હ્રદય દઢ છે, મારું હ્રદય દઢ છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ.


યહોવાએ પોતે પોતાની ઓળખાણ આપી છે, તેમણે ન્યાય કર્યો છે. દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. (હિગ્ગાયોન. સેલાહ)


દરેક દ્રવ્યલોભી માણસના માર્ગ એવા છે; આવું [દ્રવ્ય] તેના માલિકોનું સત્યાનાશ વાળે છે.


જે [બીજાને માટે] ખાડો ખોદે તે પોતે તેમાં પડશે; અને જે કોઈ [બીજાની તરફ] પથ્થર ગબડાવે તે તેના પર જ પાછો આવશે.


જે ખાડો ખાદે છે તે જ તેમાં પડશે; અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડશે.


દાઉદ જાણતો હતો કે, શાઉલ મને ઉપદ્રવ કરવા યુક્તિઓ રચે છે; તેથી તેણે અબ્યાથાર યાજકને કહ્યું, “એફોદ અહીં લાવ.”


વળી દાઉદે કહ્યું, “જીવતા યહોવાના સમ કે, યહોવા તેમને મારશે; અથવા તો તેમના મોતનો દિવસ આવી પહોંચશે, અથવા તો તે યુદ્ધમાં ઊતરી પડશે, ને નાશ પામશે.


વળી યહોવા તારી સાથે ઇઝરાયલને પણ પલિસ્તીઓના હાથમાં સોંપશે. અને કાલે તું તથા તારા દિકરા મારી સાથે હશો. યહોવા ઇઝરાયલના સૈન્યને પણ પલિસ્તીઓના હાથમાં સોંપશે.”


Lean sinn:

Sanasan


Sanasan