Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 7:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જો માણસ [પાપથી] ન ફરે, તો તે તેની તરવાર ઘસશે; તેમણે પોતાનું ધનુષ્ય તાણીને તૈયાર કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 જો દુષ્ટો પાપથી વિમુખ નહિ થાય, તો ઈશ્વર પોતાની તલવાર ઘસીને ધારદાર બનાવશે. તેમણે પણછ ખેંચીને પોતાનું ધનુષ્ય તૈયાર કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જો માણસ પાપથી પાછો ન કરે, તો ઈશ્વર તેમની તલવાર તીક્ષ્ણ કરશે તેમણે પોતાના ધનુષ્યને તાણીને તૈયાર રાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે, તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે. તેણે પોતાના ધનુષ્યને તાણીને સિદ્ધ કર્યુ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 7:12
15 Iomraidhean Croise  

એવી રીતે કરવું તમારાથી દૂર થાઓ, એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવો, અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર ગણવા; એ તમારાથી દૂર થાઓ. આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?”


યહોવા ન્યાયી છે; તેમણે દુષ્ટોએ બાંધેલાં બંધનો કાપ્યાં છે.


હે અમારા તારણના ઈશ્વર, અમને ફેરવો, અમારા પરથી તમારો કોપ દૂર કરો.


તમે વિદેશીઓને ધમકાવ્યા છે, તમે દુષ્ટોનો નાશ કર્યો છે, તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.


તે દિવસે યહોવા પોતાની સખત, મહાન તથા સમર્થ તરવારથી, વેગવાન સર્પ લિવિયાથાનને, ને ગૂંછળીયા સર્પ લિવિયાથાનને જોઈ લેશે; અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાખશે.


કેમ કે મારી તરવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે; જુઓ, તે અદોમને, ને મારાથી શાપિત થયેલા લોકોને શાસન કરવા માટે ઊતરશે.


એ માટે, હે ઇઝરાયલ લોકો, પ્રભુ યહોવા કહે છે કે, હું તમારા દરેકનો ન્યાય તમારા આચરણ પ્રમાણે કરીશ. તમે પાછા આવો, ને તમારા સર્વ અપરાધોથી ફરી જાઓ; એમ દુષ્ટતા તમારા વિનાશનું કારણ થઈ પડશે નહિ.


જેઓએ તેમની આગળ સોગન ખાધા છે તેઓની નજરમાં તે શકુન વ્યર્થ જેવા લાગશે; પણ તેઓને સપડાવવા માટે તે [તેમનો] અન્યાય સ્મરણમાં લાવે છે.


તેમને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી; પણ દુષ્ટ પોતાના દુરાચરણથી ફરે, અને જીવતો રહે એમાં મને આનંદ થાય છે; અરે તમે ફરો, તમારા દુષ્ટ માર્ગોથી ફરો. હે ઇઝરાયલના લોકો, તમે શા માટે મરવા ચાહો છો?


અને હમણાં જ વૃક્ષોની જડ પર કુહાડો મુકાયો છે: માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે.


માટે તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે.


જો હું મારી ચળકતી તરવાર ઘસીશ, [અને] મારો હાથ ન્યાયદંડ ધારણ કરશે, તો મારા શત્રુઓ પર હું વેર વાળીશ, ને મારા દ્રેષીઓનો બદલો લઈશ.


Lean sinn:

Sanasan


Sanasan