Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 7:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું; જે સઘળા મારી પાછળ પડે છે તેઓથી મને બચાવીને છોડાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, મારા ઈશ્વર, હું તમારે શરણે આવ્યો છું, મારો પીછો કરનારાઓથી મને છોડાવો અને મારો બચાવ કરો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહ મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું! જે સઘળા મારી પાછળ પડે છે, તેઓથી મને બચાવીને છોડાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું. મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 7:1
29 Iomraidhean Croise  

યહોવા પર હું ભરોસો રાખું છું; તમે મારા જીવને કેમ કહો છો, “પક્ષીની જેમ તું તારા પર્વત પર ઊડી જા?”


હે યહોવા, મારા ઈશ્વર, ધ્યાન દઈને મને ઉત્તર આપો. મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું.


પરંતુ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે; તમારા તારણમાં મારું હ્રદય હર્ષ પામશે.


યહોવા મારા ખડક, મારો કિલ્લો તથા મારા બચાવનાર છે; મારા ઈશ્વર, મારા ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખતર, મારા તારણનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.


કેમ કે તમે મારો દીવો સળગાવશો; યહોવા મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે.


હે મારા ઈશ્વર, મેં તમારા પર ભરોસો રાખ્યો છે, મારી લાજ રાખજો. મારા શત્રુઓ મારા પર જયજયકાર ન કરે.


હે યહોવા, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે વર્ત્યો છું. વળી મેં યહોવા પર ભરોસો રાખ્યો છે અને ડગ્યો નથી.


યહોવા, ઊઠો, હે મારા ઈશ્વર, મારું તારણ કરો; કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાગી નાંખ્યા છે.


જેથી મારું ગૌરવ તમારાં સ્તોત્ર ગાય, અને ચૂપ રહે નહિ. હે યહોવા મારા ઈશ્વર, હું સદાકાળ તમારી આભારસ્તુતિ કરીશ.


હે મારા ઈશ્વર યહોવા, મેં તમને અરજ કરી, અને ‍તમે મને સાજો કર્યો છે.


મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા મને સતાવનારાઓથી મને છોડાવો.


દુષ્ટ પર ઘણી વિપત્તિઓ આવી પડશે; પણ જે યહોવા પર ભરોસો રાખે છે, તે તેમની કૃપાથી ઘેરાશે.


ત્યારે હું ઈશ્વરની વેદી પાસે, ઈશ્વર જે મારો અત્યાનંદ છે તેમની પાસે જઈશ; હે ઈશ્વર, હે મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ.


તે મને વિનંતી કરીને કહેશે, ‘તમે મારા પિતા, મારા ઈશ્વર તથા મારા તારણના ખડક છો.’


તમારામાં યહોવાથી બીનાર કોણ છે? તે તેના સેવકનો શબ્દ સાંભળે; જે અંધકારમાં ચાલે છે, ને જેને કંઈ પ્રકાશ નથી, તેણે યહોવાના નામ પર ભરોસો રાખવો, અને પોતાના ઈશ્વર પર આધાર રાખવો.


હે યહોવા, તમે [મારું બધું] જાણો છો; મેન સંભારો, મને દર્શન દો, ને મારા સતાવનારા ઉપર મારા વતી વૈર લો. તમારી સહનશીલતાની ખાતર મને લઈ જશો નહિ; યાદ રાખો કે મેં તમારે લીધે નિંદા સહન કરી છે.


પણ યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે. તેથી જેઓ મારી પાછળ પડે છે તેઓ ઠોકરલ ખાઈને પડશે, તેઓ ફતેહ પામશે નહિ. તેઓ અતિશય લજ્જિત થશે, કેમ કે તેઓ ડહાપણથી ચાલ્યા નથી. તેઓનું અપમાન કાયમ રહેશે, તે કદી ભુલાશે નહિ.


ખચીત મેં એફ્રાઈમને તેના પોતાના સંબંધમાં વિલાપ કરતો સાંભળ્યો કે, ‘તમે મને શિક્ષા કરી છે, ને વગર પલોટેલા વાછરડાની જેમ મને શિક્ષા થઈ છે; તમે મને ફેરવો, એટલે હું ફરીશ; કેમ કે તમે મારા ઈશ્વર યહોવા છો.


મેં મારા ઈશ્વર યહોવાની પ્રાર્થના કરી, ને [પાપ] કબૂલ કરીને કહ્યું, “હે પ્રભુ, તમારા પ્રેમ રાખનારાઓ પર તથા તમારી આજ્ઞાઓ પાળનારાઓ પર કરાર [પાળીને] દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર;


હબાકુક પ્રબોધકની પ્રાર્થના, રાગ શિગ્યોનોથ.


તમે પર્વતોની ખીણમાં થઈને નાસી જશો, કેમ કે પર્વતોની ખીણ આસેલ સુધી પહોંચશે. હા, યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં ધરતીકંપથી જેમ તમે નાસી છૂટયા હતા તેમ તમે નાસી જશો; અને મારો ઇશ્વર યહોવા પોતાની સાથે સર્વ પવિત્રોને લઈને આવશે.


પણ મારા જે ભાઈઓ મારી સાથે આવ્યા હતા, તેઓએ લોકોનાં મન શિથિલ કરી નાખ્યાં, પણ હું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાની આ નુસાર વર્ત્યો.


તે દ્વારા તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો, તેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા, અને મહિમા આપ્યો કે જેથી તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર થાય.


માટે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ:ખસહન કરે છે, તેઓ સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્‍ન કરનારને સોંપી દે.


Lean sinn:

Sanasan


Sanasan