Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 69:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હું મારા ભાઈઓને પારકા જેવો, અને મારી માના પુત્રોને પરદેશી જેવો થયો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 હું મારા ભાઈઓ માટે અજાણ્યા જેવો અને મારા માજણ્યાઓ માટે પરદેશી જેવો બન્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હું મારા ભાઈઓને પારકા જેવો અને મારી માતાના પુત્રોને માટે પરદેશી જેવો થયો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 મારા ભાઇઓને મન હું પારકા જેવો છું, અને મારી માના પુત્રને મન હું પરદેશી જેવો થયો છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 69:8
18 Iomraidhean Croise  

મારા સર્વ વેરીઓ મને મહેણાં મારે છે, હા, મારા પડોશીઓ તો મને અતિશય [મહેણાં મારે છે] , અને મારા ઓળખીતાઓને મારું ભય લાગે છે. જેઓ મને બહાર જુએ છે તેઓ મને જોઈને નાસી જાય છે.


મારા સ્નેહીઓ તથા મારા મિત્રો મારા દરદને લીધે દૂર થઈ ગયા છે; અને મારાં સગાં દૂર રહે છે.


હે યહોવા, તમારા શત્રુઓએ અપમાન કર્યું છે, તેઓએ તમારા અભિષિક્તનાં પગલાંનું અપમાન કર્યું છે [તે પણ તમે સંભારો].


યહોવા સદાકાળ માટે સ્તુત્ય હો. આમીન તથા આમીન.


મેં મારનારની આગળ મારી પીઠ, તથા વાળ ખેંચી કાઢનારાની આગળ મારા ગાલ ધર્યા; અપમાન તથા થૂ કરતા છતાં મેં મારું મુખ ઢાંકી દીધું નહિ.


તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો; દુ:ખી પુરુષ ને દરદનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ, એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહિ.


ખચીત તેણે આપણાં દરદ માથે લીધાં છે, ને આપણાં દુ:ખ વેઠયાં છે; પણ આપણે તો તેને હણાયેલો, ઈશ્વરથી માર પામેલો, તથા પીડિત થયેલો માન્યો.


હે યહોવા, તમે [મારું બધું] જાણો છો; મેન સંભારો, મને દર્શન દો, ને મારા સતાવનારા ઉપર મારા વતી વૈર લો. તમારી સહનશીલતાની ખાતર મને લઈ જશો નહિ; યાદ રાખો કે મેં તમારે લીધે નિંદા સહન કરી છે.


પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.


તે પોતાનાંની પાસે આવ્યો, પણ પોતાના [લોકો] એ તેનો અંગીકાર કર્યો નહિ.


કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો.


અને તેના વડા ભાઈ અલિયાબે તેને તે માણસોની સાથે વાત કરતાં સાંભળ્યો, ત્યારે તેનો કોપ દાઉદ પર સળગ્યો, ને તેણે કહ્યું, “તું અહીં કેમ આવ્યો છે? પેલાં થોડાંએક ઘેટાંને તેં રાનમાં કોની પાસે મૂક્યાં છે? તારો ગર્વ ને તારા હ્રદયની દુષ્ટતા હું જાણું છું, કેમ કે તું લડાઈ જોવા માટે આવ્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan