Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 69:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હું બૂમ પાડતાં થાકી ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે. ઈશ્વરની રાહ જોતાં મારી આંખો ક્ષીણ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 મદદ માટેના પોકારો પાડી પાડીને હું થાકી ગયો છું. મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની પ્રતીક્ષા કરતાં કરતાં મારી આંખો ક્ષીણ બની છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હું રડી રડીને નિર્બળ થઈ ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની રાહ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હું રડી રડીને નિર્ગત થઇ ગયો છું અને મારું ગળું સુકાઇ ગયું છે. મારા દેવની વાટ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 69:3
18 Iomraidhean Croise  

પણ દુષ્ટોની આંખો ક્ષીણ થઈ જશે, અને તેઓને નાસી જવાનો કોઈ માર્ગ નહિ રહે, અને મૃત્યુ સિવાય તેમને બીજી કોઈ પણ આશા રહેશે નહિ.”


જો કે મારા હાથથી કંઈ બલાત્કાર થયો નથી, અને મારી પ્રાર્થના શુદ્ધ છે તોપણ,


તમારા તારણની ને તમારા પવિત્ર વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થાય છે.


“તમે મને ક્યારે દિલાસો આપશો?” એમ કહેતાં મારી આંખો તમારા વચનને માટે નિસ્‍તેજ થઈ જાય છે.


મારું બળ સુકાઈને ઠીકરા જેવું થઈ ગયું છે; મારાં જડબાં સાથે મારી જીભ ચોંટી જાય છે; અને તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.


હે મારા ઈશ્વર, હું દિવસે અરજ કરું છું, પણ તમે ઉત્તર દેતા નથી; અને રાત્રે પણ અરજ કરું છું, પણ મને આરામ મળતો નથી.


પ્રામાણિકપણું તથા ન્યાયીપણું મારું રક્ષણ કરો, કેમ કે હું તમારી રાહ જોઉં છું.


હવે, પ્રભુ, હું શાની વાટ જોઉં? મારી આશા તમારા પર છે.


તેમણે નવું ગીત, એટલે આપણા ઈશ્વરનું સ્તોત્ર, મારા મુખમાં મૂકયું છે; ઘણા તે જોશે અને બીશે, અને યહોવા પર ભરોસો રાખશે.


હું નિસાસા નાખીને થાકી ગયો છું. દર રાતે હું મારા પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.


વળી તેઓએ મને ખાવા માટે પિત્ત આપ્યું; અને મને તરસ લાગતાં તેઓએ સરકો પાયો.


તમારો કોપ મારા પર ભારે છે, તમારાં સર્વ મોજાં [મારા પર ફરી વળ્યા] થી હું દુ:ખમાં ડૂબી ગયો છું. (સેલાહ)


અબાબીલ કે બગલાની જેમ હું ચૂંચું કરતો; હોલાની જેમ હું વિલાપ કરતો; મારી આંખ ઉચ્ચસ્થાન તરફ જોવાથી નબળી થઈ છે; હે યહોવા, હું દબાઈ ગયો છું, તમે મારા જામીન થાઓ.


આંસુ પાડી પાડીને મારી આંખોનું તેજ ઘટી ગયું છે. મારી આંતરડી કકળે છે. મારા લોકની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે; કેમ કે છોકરાં તથા ધાવણાં બાળકો નગરના મહોલ્‍લાઓમાં મૂર્ચ્છિત થાય છે.


એ પછી ઈસુ હવે બધું પૂરું થયું એ જાણીને, શાસ્‍ત્રવચન પૂર્ણ થાય માટે કહે છે, “મને તરસ લાગી છે.”


તારા દીકરા ને તારી દીકરીઓ બીજા લોકોને અપાશે, ને તારી આંખો તે જોશે, ને તેઓને માટે આખો દિવસ ઝૂરી ઝૂરીને તારી આંખો ઝાંખી થઈ જશે. અને તું કશું કરી શકશે નહિ.


તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે [ઈશ્વરનો] ડર રાખ્યો, માટે તેમની [પ્રાર્થના] સાંભળવામાં આવી.


Lean sinn:

Sanasan


Sanasan