Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 69:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો; અને તમારા ન્યાયીપણામાં તેઓને આવવા ન દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 તેમની અનીતિ માટે તેમને સજા પર સજા ફટકારો, અને તમારા ઉદ્ધારથી તેમને વંચિત રાખો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો; તેઓને તમારા ન્યાયપણામાં આવવા ન દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 તેઓને શિક્ષા કરો જેને તેઓ પાત્ર છે. તમે કેટલાં સારા છો તે તેમને ન બતાવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 69:27
23 Iomraidhean Croise  

તેઓનો અન્યાય તમે ઢાંકતા નહિ, તેઓનું પાપ તમારી આગળથી ભૂંસી ન નંખાઓ; કેમ કે તેઓએ બાંધનારાઓની આગળ તમને ચીડવ્યા છે.”


તમે ઈશ્વરની જેમ મને કેમ સતાવો છો, અને મારું લોહી પીવા છતાં તમે કેમ ધરાતા નથી?


તેના પિતૃઓની ભૂંડાઈ યહોવાને યાદ રહો, અને તેની માનું પાપ ભૂંસાઈ ન જાઓ.


તે યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે. અને પોતાના તારણના ઈશ્વરથી ન્યાયીપણું પામશે.


માટે મેં તેઓને તેમનાં હ્રદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે, તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.


પણ ફારુને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાના કહ્યા પ્રમાણે ફારુને પોતાનું હ્રદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ.


અને આ વખતે પણ ફારુને પોતાનું હ્રદય હઠીલું કરીને લોકોને જવા દીધા નહિ.


અને યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, અને યહોવાએ મૂસાને કહ્યું હતું તેમ તેણે તેઓનું માન્યું નહિ.


દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે, તો પણ તે ધાર્મિકપણું નહિ શીખે; પવિત્ર ભૂમિમાં પણ તે અધર્મ કરશે, ને યહોવાના મહાત્મ્યને જોશે નહિ.


હું તેને ઉજ્જડ કરી મૂકીશ; તે સોરવામાં આવશે નહિ, ને તે ગોડાશે નહિ; એટલે તેમાં કાંટા તથા ઝાંખરાં ઊગશે. વળી તે પર મેઘો વરસાદ ન વરસાવે એવી હું તેમને આજ્ઞા કરીશ.


ખચીત તેણે આપણાં દરદ માથે લીધાં છે, ને આપણાં દુ:ખ વેઠયાં છે; પણ આપણે તો તેને હણાયેલો, ઈશ્વરથી માર પામેલો, તથા પીડિત થયેલો માન્યો.


અને તમારામાં જેટલા બાકી રહેશે તેટલા તમારા શત્રુઓના દેશ મધ્યે તેઓના અન્યાયમાં ઝૂરી ઝૂરીને મરશે.


અને રસ્તાની બાજુએ એક અંજીરી જોઈને તે તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે કહ્યું, “હવેથી તારા પર કદી ફળ ન લાગો.” અને એકદમ તે અંજીરી સુકાઈ ગઈ.


ઈશ્વરનું જ્ઞાન [મનમાં] રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે જે ઉચિત નથી, એવાં કામ કરવાને માટે ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને [સ્વાધીન] કર્યા.


માટે ચાહે તેના પર તે દયા કરે છે, અને ચાહે તેને તે હઠીલો કરે છે.


પણ જેથી ન્યાયીપણું પ્રાપ્ત કરી શકાય એવા નિયમની પાછળ લાગુ રહ્યા છતાં ઇઝરાયલ તે નિયમને પહોંચી શક્યા નહિ.


એલેકઝાન્ડર કંસારાએ મને બહુ નુકસાન કર્યું છે. તેનાં કામ પ્રમાણે પ્રભુ તેને બદલો આપશે.


Lean sinn:

Sanasan


Sanasan