Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 69:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 મારા આત્મા પાસે આવીને તેને છોડાવી લો; મારા શત્રુઓથી મારો છૂટકો કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 મારી સમીપ આવી મારા પ્રાણને છોડાવો. મારા શત્રુઓથી મને મુક્ત કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 મારા આત્મા પાસે આવીને તેને છોડાવો; મને મારા શત્રુઓથી મુક્ત કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 હે યહોવા, આવો, મારા આત્માની રક્ષા કરો! મને મારા સર્વ શત્રુઓથી મુકત કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 69:18
15 Iomraidhean Croise  

શત્રુના હાથથી મને ઉગારો? કે, જુલમીના હાથથી મને છોડાવો?


હે યહોવા, તમે કેમ આઘા રહો છો? સંકટના સમયમાં તમે કેમ સંતાઈ જાઓ છો?


તેમણે પોતાના લોકની પાસે ઉદ્ધાર મોકલ્યો છે; અને પોતાનો કરાર સર્વકાળ માટે ફરમાવ્યો છે. તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.


હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.


હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને [તમે એટલે] દૂર કેમ રહો છો?


ઘણા ગોધાઓએ મને ઘેરી લીધો છે; બાશાનના બળવંત ગોધાઓ મારી આસપાસ ફરી વળ્યા છે.


પણ, હે યહોવા, તમે દૂર ન થાઓ; હે મારા આશ્રય, મારી મદદે આવો.


મારા આત્માને તરવારથી, અને મારા જીવને કૂતરાના કબજામાંથી છોડાવો.


મારાથી તમારું મુખ ન ફેરવો. કોપ કરીને તમારા સેવકને કાઢી ન મૂકો. તમે મારા સહાય [કારી] થયા છો; હે મારા તારણના ઈશ્વર, મને દૂર ન કરો, અને મને તજી ન દો.


હું તમારા હાથમાં મારો આત્મા સોંપું છું. હે યહોવા, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે.


પણ ઈશ્વર મારા આત્માને શેઓલના કબજામાંથી છોડાવી લેશે; કેમ કે તે મારો અંગીકાર કરશે. (સેલાહ)


હે ઇઝરાયલની આશા, સંકટની વેળાએ તેના ત્રાતા, દેશમાં પ્રવાસી જેવા અથવા તો રાત્રે ઉતારો કરવા આવનાર વટેમાર્ગુ જેવા તમારે શા માટે થવું જોઈએ?


જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા, ‘બીશ નહિ, ’ એવું તમે કહ્યું.


પણ હું શત્રુઓની ખીજવણીથી બીહું છું, કે રખેને તેઓના દુશ્મનો ખોટું સમજે, અને તેઓ કહે કે, ‘અમારો હાથ પ્રબળ થયો છે, અને યહોવાએ આ સર્વ કર્યું નથી.’


કેમ કે કનાની તથા દેશના સર્વ રહેવાસીઓ તે વિષે સાંભળશે, અને અમને ચારે બાજુથી ઘેરી લઈને પૃથ્વી પરથી અમારું નામ નષ્ટ કરશે. પછી તમે તમારા મોટા નામ વિષે શું કરશો?”


Lean sinn:

Sanasan


Sanasan