Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 69:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે ઈશ્વર, મને બચાવો. કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે ઈશ્વર, મને ઉગારો, કેમ કે મારા ગળા સુધી પાણી ચઢી આવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે ઈશ્વર, મારો બચાવ કરો; કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે દેવ, મારા માથા સુધી પાણી ચઢી આવ્યું છે, મારી રક્ષા કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 69:1
15 Iomraidhean Croise  

અથવા જેને તું જોઈ શકતો નથી એવો અંધકાર તને ગભરાવે છે, વળી તારા પર પુષ્કળ પાણી ફરી વળ્યું છે.


મરણનાં બંધનોએ મને ઘેર્યો, અને દુષ્ટતાનાં મોજાંએ મને બીવડાવ્યો.


તે માટે તમે મળો એવે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે; સાચે જ ઘણાં પાણીની રેલ ચઢે ત્યારે તે તેને પહોંચશે નહિ.


તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે; તમારાં સર્વ મોજાં તથા છોળો મારા પર ફરી વળ્યાં છે.


મારું હ્રદય ઉત્તમ વિષયથી ઊભરાઈ જાય છે; જે કવિતા મેં રાજાને માટે રચી છે તે હું બોલું છું; મારી જીભ લહિયાની કલમ જેવી ચપળ છે.


હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે, તથા પાયમાલ કરી નાખ્યા છે: તમે કોપાયમાન થયા છો; અસલ સ્થિતિમાં અમને પાછા સ્થાપો.


હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું કે, જ્યાં ઊભા રહેવાને કંઈ આધાર નથી; હું ઊંડા પાણીંમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.


હે ઇઝરાયલના પાળક, યૂસફને ટોળાની જેમ, દોરનાર, કાન ધરો; કરૂબીમ પર બિરાજનાર, પ્રકાશ કરો.


હું ઇનસાફને દોરી ને ન્યાયીપણાને ઓળંબો કરીશ. જૂઠાણાનો આશ્રય કરા [ના તોફાન] થી તણાઈ જશે, અને સંતાવાની જગા પર પાણી ફરી વળશે.


તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહિ; અને જ્વાળા તને બાળશે નહિ.


મારા માથા ઉપર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું કે, હું મરી ગયો!


તે મને કહે છે, “જે પાણી તેં જોયાં છે, જ્યાં તે વેશ્યા બેઠેલી છે, તેઓ પ્રજાઓ, જનસમૂહો, રાજ્યો તથા ભાષાઓ છે.


Lean sinn:

Sanasan


Sanasan