Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 68:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ત્યારે પૃથ્વી કંપી, વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ પડયો; ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત [કાંપ્યો].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તે સમયે, હે ઇઝરાયલના ઈશ્વર, સિનાઈ પર્વત પર તમારી સમક્ષ ધરતી ધ્રૂજી ઊઠી, અને આભ વરસી પડયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ત્યારે પૃથ્વી કાંપી; વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો, ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 68:8
16 Iomraidhean Croise  

હે પૃથ્વી, પ્રભુની આગળ, યાકૂબના ઈશ્વરની આગળ, કાંપ.


અનાદિકાળથી તે અનંતકાળ માટે ઇઝરાયલના ઈશ્વર યહોવા સ્તુત્ય હો. આમીન તથા આમીન.


હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં ભયાવહ છો; ઇઝરાયલના ઈશ્વર [પોતાના] લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. ઈશ્વરને ધન્ય હોજો.


તમારી ગર્જનાનો સાદ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા ડોલી.


પણ ઈશ્વરે લોકોને ફંટાવીને સૂફ સમુદ્ર પાસેના અરણ્યને માર્ગે ચલાવ્યા. અને ઇઝરાયલી લોકો શસ્‍ત્રસજ્‍જિત થઈને મિસર દેશમાંથી નીકળ્યા હતા.


અને ત્રીજે દિવસે સવારમાં એમ થયું કે, ગર્જના તથા વીજળી તથા પર્વત પર ઘાડું વાદળ, તથા રણશિંગડાનો બહુ મોટો અવાજ થયાં; અને તેથી છાવણીના સર્વ લોક ધ્રૂજી ગયા.


અને આખા સિનાઈ પર્વત ઉપર ધુમાડો થયો; કેમ કે યહોવા તે પર અગ્નિ દ્વારા ઊતર્યા; અને તે ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની માફક ચઢયો, ને આખો પર્વત બહુ કંપ્યો.


હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને તને બોલાવનાર ઇઝરાયલનો ઈશ્વર યહોવા છું.


જો તમે આકાશોને ફાડીને નીચે ઊતરો, જો પર્વતો તમારી આગળ કંપે, તો કેવું સારું!


અમારી કલ્પનામાં નહિ આવે એવાં ભયંકર કામો તમે કરતા હતા, ત્યારે તમે ઊતર્યા, પર્વતો તમારી આગળ કંપી ઊઠયા!


તમારા લોકોના ઉદ્ધારને માટે, તમારા અભિષિક્તના ઉદ્ધારને માટે તમે સવારી કરો છો. દુષ્ટના ઘરમાંથી તમે શિરને કાપી નાખો છો, ને ગરદન સુધી તેના પાયા ઊઘાડા કરી નાખો છો. (સેલાહ)


તેમની વાણીએ તે વખતે પૃથ્વીને કંપાવી; પણ “હવે ફરી એક વાર હું એકલી પૃથ્વીને જ નહિ, પણ આકાશને પણ કંપાવું છું” એવી તેમણે પ્રતિજ્ઞા કરી છે.


[ત્યાર પછી] આકાશમાંનું ઈશ્વરનું મંદિર ઉઘાડવામાં આવ્યું, અને તેમના મંદિરમાં તેમના કરારનો કોશ જોવામાં આવ્યો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ઘરતીકંપ થયાં તથા પુષ્કળ કરા પડયા.


અને દબોરાએ બારાકને કહ્યું, “ઊઠ, કેમ કે આજે યહોવાએ સીસરાને તારા હાથમઆં સોંપી દીધો છે. યહોવા તારી આગળ ગયા નથી શું?” તેથી બારાક તાબોર પર્વત પરથી ઊતર્યો, ને તેની સરદારી નીચે દશ હજાર માણસ [ઊતર્યા].


Lean sinn:

Sanasan


Sanasan