Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 68:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે, તે બંદીવાનોને છોડાવીને સમૃદ્ધિવાન કરે છે. પણ બંડખોરો સૂકા ઉજ્જડ દેશમાં રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ઈશ્વર એક્કીજનોને કુટુંબવાળા બનાવે છે, અને બંદીવાનોને મુક્ત કરી તેમને ગાતાં ગાતાં દોરી જાય છે; પરંતુ વિદ્રોહીઓ સૂકી મરુભૂમિમાં છોડી દેવાયા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે; તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે; પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દેવ એકાકી લોકોને ઘર આપે છે. કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે. પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 68:6
18 Iomraidhean Croise  

તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ [કરનારા] તથા ઈર્ષા [ખોરો] ને નજરમાં રાખો છો; નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે; તમે અનાથના બેલી થયા છો.


ઈશ્વરનાં વચનોની સામા થઈને અને પરાત્પરના પ્રબોધને તુચ્છ ગણીને,


તે તેઓને અંધકારમાંથી તથા મરણછાયામાંથી કાઢી લાવ્યા, અને તેઓનાં બંધન તોડી નાખ્યાં


અને ત્યાંના રહેવાસીઓના પાપને લીધે ફળદ્રુપ દેશને સ્થાને ખારવાળી જમીન કરી નાખે છે.


તે નિ:સંતાન સ્‍ત્રીને તેના પોતાના ઘરમાં રાખે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાની સ્તુતિ કરો.


તે હેરાન થએલાની દાદ સાંભળે છે; તે ભૂખ્યાને અન્‍ન આપે છે; યહોવા કેદીઓને છોડાવે છે.


કેમ કે યહોવા દરિદ્રીઓનું સાંભળે છે, તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.


કેમ કે તેઓનો ઉદ્ધાર કરનાર સમર્થ છે; તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.


પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે;


રખેને હું તેને નવસ્ત્રી કરીને તેના જન્મદિવસે તે હતી તેવી નગ્ન કરી મૂકું, ને તેને વેરાનરૂપ કરીને, સૂકી જમીન જેવી કરી મૂકું, ને તેને તૃષાથી મારી નાખું;


પણ એસાવનો મેં ધિકકાર કર્યો, અને મેં તેના પર્વતોને ઉજ્જડ કરી નાખ્યા, અને તેનું વતન અરણ્યનાં શિયાળવાંને [આપ્યું.] ”


ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, બંદીખાનાના પાયા હાલી ગયા. બધાં બારણાં તરત ઊઘડી ગયાં. અને સર્વનાં બંધનો છૂટી ગયાં.


કેમ કે લખેલું છે, “હે વંઝા, જેને સંતતિ થતી નથી, તે તું આનંદ કર; જેને પ્રસૂતિવેદના થતી નથી, તે તું હર્ષનાદ કર; કેમ કે જેને વર છે તેના કરતાં એકલી મુકાયેલી સ્‍ત્રીનાં સંતાન વધારે હોય છે.”


તે અનાથની તથા વિધવાની દાદ સાંભળે છે, ને પરદેશીને અન્‍ન તથા વસ્‍ત્ર આપીને તેના પર પ્રેમ રાખે છે,


જે તૃપ્ત હતા તે રોટલી માટે મજૂરી કરે છે; અને જે ભૂખ્યા હતા તે એશઆરામ ભોગવે છે: હા, વાંઝણીએ સાતને જન્મ આપ્યો છે. અને જેને ઘણાં બાળકો છે તે ઝૂરે છે.


Lean sinn:

Sanasan


Sanasan