Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 68:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ઈશ્વરની આગળ ગાઓ, તેમના નામનાં સ્તોત્ર ગાઓ; જે અરણ્યમાં થઈને સવારી કરે છે, તેમને માટે સડક બાંધો; તેમનું નામ યાહ છે; તેમની સમક્ષ તમે ઉલ્લાસ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ઈશ્વરનું સ્તવન કરો; તેમના નામની સ્તુતિ ગાઓ; વાદળો પર સવારી કરનાર ઈશ્વરને માટે માર્ગ તૈયાર કરો; તેમનું નામ યાહ છે, તેમની સંમુખ ઉલ્લાસ કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો; એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે; તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો; જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે. રણમાં તેમના માટે સડકો બાંધો; જેમનું નામ છે યાહ, તેમની સામે ઉલ્લાસ કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 68:4
19 Iomraidhean Croise  

પાણી પર તે પોતાના ઓરડાના મોભ મૂકે છે; વાદળાંને તે પોતાનો રથ બનાવે છે; વાયુની પાંખો પર તે ચાલે છે.


તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.


તે કરૂબ ઉપર સવારી કરીને ઊડયા; અને વાયુની પાંખો વડે વેગે ઊડયા.


કેમ કે તમે ન્યાયીને આશીર્વાદ આપશો. હે યહોવા, જાણે ઢાલથી તેમ મહેરબાનીથી તમે તેને ઘેરી લેશો.


તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; તેમના સ્તવનને મહિમાવાન કરો.


આખી પૃથ્વી તમારું ભજન કરશે, તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે.” (સેલાહ)


પ્રજાઓ આનંદ કરે, અને હર્ષથી ગાય; કેમ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો, અને પૃથ્વી પરની પ્રજાઓ પર રાજ કરશો. (સેલાહ)


પુરાતન કાળનાં આકાશોનાં આકાશ પર સવારી કરનારનું [સ્તવન કરો] ; તે પોતાની વાણી કાઢે છે, [તે] સામર્થ્યની વાણી [છે].


જેથી, તેઓ જાણે કે તમે, જેમનું નામ યહોવા છે તે તમે જ આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.


ન્યાયીઓને માટે અજવાળું, તથા હ્રદયના યથાર્થીઓને માટે આનંદ વાવવામાં આવ્યાં છે.


અને ઈશ્વરે મૂસાને કહ્યું, “હું જે છું તે છું;” અને તેમણે કહ્યું, “તું ઇઝરાયલીઓને કહેજે કે હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.”


અને સર્વસમર્થ ઈશ્વર, એ નામે મેં ઇબ્રાહિમને તથા ઇસહાકને તથા યાકૂબને દર્શન આપ્યું, પણ યહોવા એ મારા નામથી તેઓ મને ઓળખતા નહોતા.


અને જે દેશ આપવાનું પ્રતિ પૂર્વક ઇબ્રાહિમની તથા ઇસહાકની તથા યાકૂબની આગળ મેં વચન આપ્યું છે, તે દેશમાં તમને લઈ જઈને વતનને માટે તે હું તમને આપીશ. હું યહોવા છું.”


સદાચારીઓની આશાનું પરિણામ આનંદ છે; પણ દુષ્ટોની અપેક્ષા નિષ્ફળ જશે.


મિસર વિષે ઈશ્વરવાણી. જુઓ, યહોવા વેગવાન વાદળા પર બેસીને મિસરમાં આવે છે; મિસરની મૂર્તિઓ તેમની આગળ ધ્રૂજશે, ને મિસરની હિંમત જતી રહેશે.


સાંભળો, કોઈ એવું પોકારે છે, “જંગલમાં યહોવાનો માર્ગ તૈયાર કરો, અરણ્યમાં આપણા ઈશ્વરને માટે સડક સીધી કરો.


દરવાજાઓમાં થઈને, દરવાજાઓમાં થઈને જાઓ; લોકોને માટે માર્ગ તૈયાર કરો; બાંધો, સડક બાંધો; પથ્થરો વીણી કાઢો; લોકોને માટે ધ્વજા ઊંચી કરો.


ઓ યશુરૂન, આપણા ઈશ્વરના જેવો કોઈ નથી, કે જે તારી મદદને માટે આકાશ પર, અને પોતાના ગૌરવમાં અંતરિક્ષ પર સવારી કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan