Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 68:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે રૂપાનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય, એવા [સૂતેલા] હોલાના જેવા [લાગશો.]

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તમારામાંના જેઓ ઘેટાં સાચવવા ઘેટાંના વાડામાં રહ્યા હતા, તે તમને ય ચાંદીના ઢાળવાળી કબૂતરોની પ્રતિમાઓ મળી, જેમની પાંખો શુદ્ધ સુવર્ણથી ચમક્તી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જ્યારે તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે ચાંદીનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય, એવા સૂતેલા કબૂતરનાં જેવા લાગશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જેઓ ધેર રહ્યાં છે તેમને રૂપાથી મઢેલી અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 68:13
22 Iomraidhean Croise  

ઇસ્સાખાર બળવંત ગધેડો, ઘેટાંના વાડાની વચ્ચે બેઠો છે;


ત્યાર પછી લોકોએ બહાર નીકળી આવીને અરામીઓની છાવણી લૂટી. એમ યહોવાના વચન પ્રમાણે મેંદાનું એક માપ એક શેકેલે, ને જવનાં બે માપ એક શેકેલે વેચાયાં.


તે તેઓને સોનારૂપા સહિત કાઢી લાવ્યા; અને તેઓનાં કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું.


કેમ કે યહોવા પોતાના લોકથી રીઝે છે; તે નમ્ર [જનો] ને તારણથી સુશોભિત કરશે.


તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓને સોંપી ન દો; તમારા ગરીબ લોકોને તમે હંમેશાં ભૂલી ન જાઓ.


મેં તેના ખભાનો ભાર ઉતાર્યો; તેના હાથ ટોપલાથી છૂટા થયા.


અને ચૂનો તથા ઈંટો પાડવાના કામમાં તથા ખેતરમાં સર્વ પ્રકારની મજૂરી કરવામાં તેમની પાસે સખત ચાકરી કરાવીને તેઓએ તેમની જિંદગી કષ્ટમય કરી. તેમની પાસે જે જે ચાકરી તેઓ કરાવતા હતા તે બધી સખત વેઠ હતી.


શત્રુના વહાણનાં દોરડાં ઢીલાં પડી ગયાં છે; તેઓ કૂવાથંભ બરાબર સજજડ રાખી શકયા નહિ, તેઓ સઢ પ્રસારી શક્યા નહિ; ત્યારે લૂંટફાટમાં લૂંટ પુષ્કળ વહેંચાઈ; જે લંગડા હતા તેઓને પણ લૂંટ મળી.


અને એ લૂટના બે ભાગ પાડીને જે લડવૈયાઓ લડાઈમાં ગયા હતા તેમને તથા સમગ્ર પ્રજાને [અકેક ભાગ] આપો.


જે શિંગો ભૂંડો ખાતાં હતાં તે [શિંગો] થી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કોઈ તેને કશું આપતું નહિ.


પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, ‘સારામાં સારો જામો જલદી કાઢીને એને પહેરાવો; એને હાથે વીટીં પહેરાવો, પગમાં જોડા પહેરાવો.


તમે વિદેશી હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ તમે એ મૂંગી મૂર્તિઓ પાછળ દોરવાઈ જતા હતા, એ તમે જાણો છો.


કેમ કે આપણે પણ પહેલાં અજ્ઞાન, અનાજ્ઞાંકિત, ભ્રમણામાં પડેલા, ભિન્‍ન ભિન્‍ન વિષયો તથા વિલાસના દાસો, દ્વેષબુદ્ધિ અને અદેખાઈ રાખનારા તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારા હતા.


અને તે પાંચ રાજાઓ નાસીને માક્કેદાની ગુફામાં સંતાઈ ગયા.


ટોળાંને બોલાવવાના વાંસળીના નાદ સાંભળવાને તું શા માટે ઘેટાંના વાડાઓમાં બેઠો? રુબેનના વહેળાઓ પાસે મહા મોટી વિચારણા થઈ.


રાજાઓ આવીને લડ્યા; તે વખતે મગિદ્દોનાં પાણીની પાસેના તનાખમાં કનાનના રાજાઓએ યુદ્ધ કર્યું. તેઓને ધનનો કંઈ લાભ મળ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan