Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 68:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઈશ્વર ઊઠો, તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ! અને તેમના દ્વેષીઓ તેમની સંમુખથી નાસી જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઈશ્વર જેવા ઊભા થાય છે કે તેમના શત્રુઓ વિખેરાઈ જાય છે. તેમના દ્વેષીઓ પરાજય પામી નાસી છૂટે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઈશ્વર ઊઠો; તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ; તેમને ધિક્કારનારા સર્વ લોકો પણ તેમની આગળથી નાસી જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ; તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 68:1
21 Iomraidhean Croise  

તો હવે, હે યહોવા ઈશ્વર, તમે તથા તમારા સામર્થ્યનો કોશ, તમારા વિશ્રામસ્થાનમાં ઊઠી આવો; હે યહોવા ઈશ્વર, તમારા યાજકો વિજયી વસ્ત્રથી વેષ્ટિત થાય, તમારા ભક્તો ભલાઈમાં આનંદ માને.


તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે; તારો જમણો હાથ તારા દ્વેષીઓને શોધી કાઢશે.


તમે અમને સહાય કરવા ઊઠો, અને તમારી કૃપાથી અમને છોડાવી લો.


તેઓને મારી નાખશો નહિ, રખેને મારા લોક ભૂલી જાય; હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.


સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા, ત્યારે સાલ્મોનમાં હિમ પડ્યા [જેવું થયું].


સરકટોમાં ભરાઈ રહેનાર હિંસક પ્રાણીને ધમકાવો, ગોધાઓના ટોળાને તથા વાછરડાં જેવા લોકોને પણ [ધમકાવો] કે, તેઓ રૂપાની લગડીઓ તમને આપીને દંડવત પ્રણામ કરે; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.


મારી નંખાયેલાની જેમ તમે રાહાબને છૂંદી નાખ્યો છે; તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેર્યા છે.


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


લડાઈના કોલાહલથી લોકો નાસે છે; તમે લડવા ઊઠયા તેથી વિદેશીઓ વિખેરાયા છે.


ઘેરાના દિવસ પૂરા થાય ત્યારે ત્રીજા ભાગના વાળ તારે નગરના મધ્ય ભાગમાં અગ્નિમાં બાળવા; અને ત્રીજા ભાગનાને લઈને તેમની આસપાસ તારે તરવારથી ઝટકા મારવા; અને ત્રીજા ભાગનાને તારે પવનમાં ઉડાવી દેવા, અને હું તેમની પાછળ તરવાર ખેંચીશ.


ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું તથા સોનું તમામને ભાંગીને ચૂરેચૂરા કરવામાં આવ્યા, તે ઉનાળાના ખાળમાંના ભૂસા જેવાં થઈ ગયાં; અને પવન તેમને એવી રીતે [ઊડાડી] લઈ ગયો કે તેમનું ઠામઠેકાણું રહ્યું નહિ. જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો, ને તેની આખી પૃથ્વી ભરાઈ ગઈ.


અને કોશ ચાલી નીકળતો, ત્યારે એમ થતું કે મૂસા કહેતો, “હે યહોવા ઊઠો, ને તમારા શત્રુઓને વિખેરી નાખો. અને તમારા દ્વેષકો તમારી આગળથી નાસી જાય.”


અને તેમના પર વેર રાખનારનો સામી છાતીએ બદલો લઈને તેનો નાશ કરે છે. તેમના પર વેર રાખનાર પ્રત્યે તે ઢીલ નહિ કરે, તે સામી છાતીએ બદલો વાળશે.


Lean sinn:

Sanasan


Sanasan