Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 67:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઈશ્વર, અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો, અને તેમના મુખનો પ્રકાશ અમારા પર પાડો. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે ઈશ્વર, અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો, તમારા માયાળુ મુખનો પ્રકાશ અમારા પર પાડો;(સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો; ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 67:1
15 Iomraidhean Croise  

તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો; અને તમારા વિધિઓ મને શીખવો.


તમારા લોકને તારો, અને તમારા વારસાને આશીર્વાદ આપો; વળી તેઓનું પાલનપોષણ કરો, અને સદા તેઓને ઊંચકી રાખો.


તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો, તમારી કૃપાથી મને તારો.


હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, હું વિનંતી કરું ત્યારે તમે મને ઉત્તર આપજો. સંકટને વખતે તમે મને છોડાવ્યો છે; મારા પર દયા રાખીને મારી પ્રાર્થના સાંભળજો.


કોણ અમારી આબાદાની કરી બતાવશે? એવું પૂછનાર ઘણા છે. હે યહોવા, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.


હે યહોવા, તમારા કોપમાં મને ન ધમકાવો, અને તમારા રોષમાં મને શિક્ષા ન કરો.


યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.


હે સૈન્યોના ઈશ્વર યહોવા, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.


હે સૈન્યોના ઈશ્વર; અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.


પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો. ?? ?? ?? ?? 1


કેમ કે જે ઈશ્વરે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેમણે આપણાં હ્રદયમાં પ્રકાશ પાડ્યો છે કે, જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો, તેમણે સ્વર્ગીય [સ્થાનો] માં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યાં છે;


ઓ યહોવા, તમારા ઇઝરાયલી લોકો જેઓનો તમે ઉદ્ધાર કર્યો છે તેઓને ક્ષમા કરો, ને તમારા ઇઝરાયલી લોક મધ્યે નિરપરાધીનું ખૂન [રહેવા] ન દો.’ અને તેઓને તે ખૂનની માફી મળશે.


Lean sinn:

Sanasan


Sanasan