Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 65:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદભુત કાર્યોથી બીએ છે; તમે સૂર્યના ઉદય તથા અસ્તનાં સ્થળોને આનંદમય કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પૃથ્વીની સીમાઓ સુધી વસનારા લોકો તમારાં અદ્‍ભુત કાર્યોથી ડરે છે. તમે ઉદયાચલથી અસ્તાચલ સુધીના દેશોને હર્ષનાદ કરાવો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદ્દભુત કાર્યોથી બીએ છે; તમે પૂર્વ તથા પશ્ચિમ દિશાના લોકોને પણ આનંદમય કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે. સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 65:8
22 Iomraidhean Croise  

પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી તથા કાપણી, ટાઢ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો, ને દિવસ તથા રાત થયા વગર રહેશે નહિ.”


શું તેં તારા આખા આયુષ્યમાં સવારને કદી આજ્ઞા કરી છે, અને પ્રભાતને તેનું સ્થળ જણાવ્યું છે કે,


તે તોફાન બંધ પાડે છે, જેથી મોજાં શાંત થાય છે.


ત્યારે અમારું મુખ હસ્યા કરતું હતું, અને અમારી જીભ ગાયન કર્યા કરતી હતી; ત્યારે વિદેશીઓએ કહ્યું, “યહોવાએ તેને માટે ભારે કામ કર્યાં છે.”


હે મિસર, તારા પ્રદેશમાં, ફારુન ઉપર તથા તેના સર્વ સેવકો ઉપર, પ્રભુએ ચિહ્નો તથા ચમત્કારો મોકલ્યાં.


દિવસ પર અમલ કરવાને જેમણે સૂર્ય બનાવ્યો [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; સર્વ ઝગમગતા તારા, તેમની સ્તુતિ કરો.


તે પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે, તે બળવાન માણસની જેમ પોતાની શરત દોડવામાં આનંદ માને છે.


તું મારી પાસે માગ, એટલે હું વારસા તરીકે વિદેશીઓને, તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.


વળી બીડો ટોળાંઓથી ઢંકાઈ જાય છે; ખીણોની સપાટીઓ પણ ધાન્યથી ઢંકાયેલી છે; તેઓ હર્ષનાદ કરે છે, હા, તેઓ ગાયન કરે છે.


ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.


દિવસ તમારો છે, રાત પણ તમારી છે; અજવાળું તથા સૂર્ય તમે સિદ્ધ કર્યાં છે.


મારી નંખાયેલાની જેમ તમે રાહાબને છૂંદી નાખ્યો છે; તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેર્યા છે.


લોકો દરિયાનાં મોજાંના ઘોંઘાટની જેમ ઘુઘવાટો કરશે. તે તેઓને ધમકાવશે, ને તેઓ દૂર નાસી જશે. વાયુની સામે પર્વત પર ફોતરાંની જેમ, ને વંટોળિયાની આગળ ઊડતી ધૂળની જેમ તેઓને નસાડવામાં આવશે.


અને રખેને આકાશ તરફ તારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા, એટલે આખું ગગનમંડળ, કે જેઓને યહોવા તારા ઈશ્વરે આકાશ નીચેના સર્વ લોકને વહેંચી આપ્યા છે, તેઓને જોઈને તું આકર્ષાય ન તેઓની પૂજા કરે.


તે સમયે મોટો ધરતીકંપ થયો, જેથી તે નગરનો દસમો ભાગ જમીનદોસ્ત થયો. એ ધરતીકંપથી સાત હજાર માણસો માર્યા ગયાં. અને જે બાકી રહ્યાં હતાં તેઓ ભયભીત થયાં, ને તેઓએ આકાશના ઈશ્વરની સ્તુતિ કરી.”


Lean sinn:

Sanasan


Sanasan