Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 65:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હે અમારા તારણના ઈશ્વર, ન્યાયીકરણથી તમે ભયંકર કૃત્યો વડે અમને ઉત્તર આપશો; તમે પૃથ્વીની સર્વ દિશાઓના તથા દૂરના સમુદ્રોના આશ્રય છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 હે અમારા ઉદ્ધારક ઈશ્વર, અમારા ઉદ્ધારને માટે ભયાનક કામો કરીને તમે અમને ઉત્તર આપો છો. પૃથ્વીની સીમાઓએ વસેલા લોકો અને દરિયાપારના નિવાસીઓ તમારો જ આશરો લે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હે અમારા તારણના ઈશ્વર; ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર આપશો, તમે પૃથ્વીની સર્વ સીમાઓના અને દૂરના સમુદ્રો સુધી તમે સર્વના આશ્રય છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો; તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી, તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 65:5
28 Iomraidhean Croise  

જેઓ વહાણમાં બેસીને સમુદ્રે ઊતરે છે, અને ભરદરિયામાં ધંધો ચલાવે છે;


યહોવા પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે, તે પોતાનાં સર્વ કામોમાં કૃપાળુ છે.


પૃથ્વીની સર્વ સીમા [ના લોકો] યહોવાને સંભારીને તેમની તરફ ફરશે; અને વિદેશીઓનાં સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે.


કેમ કે જીવનનો ઝરો તમારી પાસે છે; તમારા અજવાળામાં અમે અજવાળું જોઈશું.


સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે.


ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.


જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જે [સિયોનના] માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે.


હે અમારા તારણના ઈશ્વર, અમને ફેરવો, અમારા પરથી તમારો કોપ દૂર કરો.


યહોવાના દૂતે આવીને આશૂરોની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર માણસોને મારી નાખ્યા; પરોઢિયે લોકો ઊઠયા, ત્યારે તે સર્વ મરણ પામ્યા હતા, ને તેઓની લાશો ત્યાં પડી હતી.


હે પૃથ્વીના છેડા સુધીના સર્વ લોકો, મારી તરફ ફરો, ને તારણ પામો; કેમ કે હું ઈશ્વર છું, ને બીજો કોઈ નથી.


મારું ન્યાયીપણું પાસે છે, મારું ઉદ્ધારકાર્ય પ્રગટ થયું છે, ને મારા ભુજ લોકોનો ન્યાય કરશે; દ્વીપો મારી રાહ જોશે, ને મારા ભુજ પર તેઓ ભરોસો રાખશે.


ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ, ને તારું હ્રદય ઊછળશે ને પ્રફુલ્લિત થશે; કેમ કે સમુદ્રનું દ્રવ્ય તારી પાસે વાળી લવાશે, ને પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે.


હું તેઓને એક ચિહ્ન દેખાડી આપીશ; તેઓમાંના બચેલાઓને હું વિદેશીઓની પાસે મોકલીશ; [એટલે] તાર્શીશ, પૂલ તથા લૂદ, એ ધનુર્ધારરીઓની પાસે, તુબાલ તથા યાવાનની પાસે, દૂરના બેટો, જેઓમાંના લોકોએ મારી કીર્તિ સાંભળી નથી ને મારો મહિમા જોયો નથી; તેમની પાસે મોકલીશ; અને તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.”


યહોવા તેમને ભયંકર થઈ પડશે, કેમ કે તે પૃથ્વીના સર્વ દેવોનો ક્ષય કરશે. માણસો પોતપોતાને સ્થાનેથી, હા, સર્વ દ્વીપોની પ્રજાઓ તેમને ભજશે.


સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે, તે દિવસે, હે મારા સેવક ઝરુબ્બાબેલ, શાલ્તીએલના દીકરા, યહોવા કહે છે કે, હું તને લઈને મુદ્રારૂપ કરીશ; કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, મેં તને પસંદ કર્યો છે.”


હું એફ્રાઈમમાંથી રથને, તથા યરુશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, ને યુદ્ધધનુષ્યને કાપી નાખવામાં આવશે; અને તે [સર્વ] પ્રજાઓને શાંતિનો બોધ કરશે; અને તેનું રાજ્ય સમુદ્રથી સમુદ્ર સુધી તથા નદીથી પૃથ્વીના‌ છેડા સુધી થશે.”


તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપસહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે.


તે જ તારું સ્‍તોત્ર છે, ને તે જ તારા ઈશ્વર છે કે, જેમણે તારે માટે આ મહાન ને ભયંકર કૃત્યો તારા જોતાં કર્યા છે.


અથવા જે બધું યહોવા તમારા ઈશ્વરે મિસરમાં તમારે માટે તમારી નજર આગળ કર્યું, તેમ કરીને એટલે પરીક્ષણો, ચિહ્નો તથા ચમત્કારો તથા યુદ્ધ તથા પરાક્રમી હાથ તથા લંબાવેલા બાહુ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે [બીજી] દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે?


ત્યારે પાણીના દૂતને મેં એમ બોલતાં સાંભળ્યો, “હે પવિત્ર, તમે જે છો ને હતા, તમે ન્યાયી છો, કેમ કે તમે એવો [અદલ] ન્યાય કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan