Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 65:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જેને તમે પસંદ કરીને પાસે લાવો છો, જે તમારાં આંગણાંમાં વસે છે તેને ધન્ય છે. અમે તમારા ઘરની, એટલે તમારા મંદિરના પવિત્રસ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 જેમને તમે પસંદ કરો છો, અને તમારા પ્રાંગણમાં વસાવો છો તેમને ધન્ય છે. અમે તમારા ઘરની, તમારા પવિત્ર મંદિરની ઉત્તમ આશિષોથી સંતુષ્ટ થઈશું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જેને તમે પસંદ કરીને પાસે લાવો છો જે તમારાં આંગણાંમાં રહે છે તે આશીર્વાદિત છે. અમે તમારા ઘરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું, જે તમારું સભાસ્થાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં તમારી નજીક પહોંચવા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે. તમારા ઘરની, એટલે તમારા પવિત્ર મંદિરની સારી વસ્તુઓથી અમે તૃપ્ત થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 65:4
22 Iomraidhean Croise  

તો તમે આકાશમાંથી, એટલે તમારા રહેઠાણમાંથી તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના સાંભળીને તેઓનો પક્ષ લેજો; અને તમારા લોક જેઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે તેઓને ક્ષમા કરજો.


યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે, તેમણે ઇઝરાયલને પોતાની ખાસ મિલકત થવા માટે [પસંદ કર્યો છે].


હે યહોવા, તમારા મંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ વસશે?


પરંતુ હું તો ન્યાયીપણે વર્તીને તમારું મુખ જોઈશ; હું જાગીશ ત્યારે તમારી પ્રતિમાથી સંતોષ પામીશ.


નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ.


હે ભાગળો, તમારાં માથાં ઊંચાં કરો; હે પુરાતન દ્વારો, તમે ઊંચાં થાઓ; એટલે ગૌરવવાન રાજા અંદર આવશે.


જે પ્રજાના ઈશ્વર યહોવા છે, અને જે લોકને તેમણે પોતાના વારસાને માટે પસંદ કર્યા છે, તેઓને ધન્ય છે!


તેઓ તમારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે; અને તમારાં સુખોની નદીમાંથી તેઓ પીશે.


મારી મૂર્ખાઈને લીધે મારા જખમ સડીને ગંધાઈ ઊઠયા છે.


પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાએ પોતાને માટે પસંદ કર્યો છે. હું યહોવાને વિનંતી કરું, ત્યારે તે મારું સાંભળશે.


મારા બિછાના પર તમે મને યાદ આવો છો, અને હું રાતને પહોરે તમારું ધ્યાન ધરું છું ત્યારે,


તમારા મંદિરમાં રહેનારાને ધન્ય છે; તેઓ નિરંતર તમારું સ્તવન કરતા રહેશે. (સેલાહ)


કેમ કે મેં થાકેલા જીવને તૃપ્ત કર્યો છે, તથા દરેક દુ:ખી જીવને સમૃદ્ધ કર્યો છે.”


તમારા જેવો ઈશ્વર કોણ છે? કેમ કે તમે તો પાપ માફ કરો છો, ને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો. તે પોતાનો ક્રોધ હમેશાં રાખતા નથી, કેમ કે તે દયા કરવામાં આનંદ માને છે.


એ પ્રમાણે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા છે, એ માટે કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.


પણ ભાઈઓ, તમે પ્રભુને પ્રિય છો, તમારે વિષે હંમેશાં ઈશ્વરની સ્તુતિ કરવાને અમે બંધાયેલા છીએ, કેમ કે આત્માના પવિત્રીકરણ વડે તથા સત્ય પરના વિશ્વાસ વડે તારણને અર્થે ઈશ્વરે તમને આરંભથી પસંદ કર્યા છે.


જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ, ને તે ફરી ત્યાંથી બહાર જશે નહિ, અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ.


Lean sinn:

Sanasan


Sanasan