Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 65:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 હે પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર, સમસ્ત માનવજાત પોતાનાં પાપોને લીધે તમારી પાસે આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો, અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 65:2
23 Iomraidhean Croise  

બપોર થઈ ગયા પછી એમ થયું કે સાંજનું અર્પણ ચઢાવવાના સમય સુધી તેઓએ પ્રબોધ કર્યો. પણ કંઈ વાણી થઈ નહિ, તેમ જ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું.


હે યહોવા, મારું સાંભળો, મારું સાંભળો કે, આ લોક જાણે કે, હે યહોવા તમે ઈશ્વર છો, અને તમે તેઓનાં હ્રદય પાછા ફેરવ્યાં છે.”


તેણે એની પ્રાર્થના કરી, ત્યારે યહોવાએ તેની આજીજી માન્ય કરીને તેની વિનંતી સાંભળી, અને તેને યરુશાલેમમાં તેના રાજ્યમાં પાછો લાવ્યા. આથી મનાશ્શાએ જાણ્યું કે યહોવા તે જ ઈશ્વર છે.


તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે, અને તેઓની પ્રાર્થનાની અવગણના કરી નથી.


યહોવાની આગળ મેં જે માનતા લીધી છે તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂરી કરીશ.


યહોવાની આગળ મેં જે માનતાઓ [લીધી છે તે] હું તેમના સર્વ લોકોની સમક્ષ પાળીશ.


પૃથ્વીની સર્વ સીમા [ના લોકો] યહોવાને સંભારીને તેમની તરફ ફરશે; અને વિદેશીઓનાં સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે.


દહનીયાર્પણો લઈને હું તમારા મંદિરમાં આવીશ; હું તમારી આગળ મારી માનતાઓ પૂરી કરીશ;


પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે; તેમણે મારી પ્રાર્થના પર કાન ધર્યો છે.


આખી પૃથ્વી તમારું ભજન કરશે, તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે.” (સેલાહ)


હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ પ્રણામ કરશે; અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.


તે તો કહે છે, “તું યાકૂબનાં કુળોને ઊભાં કરવા માટે, તથા ઇઝરાયલમાંના [નાશમાંથી] બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય, એ થોડું કહેવાય; માટે પૃથ્વીના છેડા સુધી મારું તારણ પહોંચવા માટે વિદેશીઓને અર્થે હું તને પ્રકાશરૂપ ઠરાવીશ.”


તેઓ હાંક મારે ત્યારે પહેલાં હું તેઓને ઉત્તર આપીશ; અને તેઓ હજી તો બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ.


વળી યહોવા કહે છે, “દરેક ચંદ્રદર્શનને દિવસે, તથા સાબ્બાથે સાબ્બાથે સર્વ માનવજાત મારી હજૂરમાં પ્રણામ કરવા માટે આવશે.


પછાડીને ટુકડેટુકડા કરનાર તારી સમક્ષ આવ્યો છે. [તારા] કોટ સંભાળ, માર્ગની ચોકી રાખ, તારી કમર કસ, ને તારું બળ એકત્ર કર.


જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, તો હું સર્વને મારી તરફ ખેંચીશ.”


તે બોલ્યો, ‘કર્નેલ્યસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. અને તારાં દાન ઈશ્વરની સમક્ષ સ્મરણમાં આવ્યાં છે.


પછી સાતમા દૂતે વગાડયું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું, “આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે. તે સદાસર્વકાળ રાજ કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan